• ચેરકારમાં 4.14 લાખ અને એક્ઝિક્યુટિવ કારમાં 42 હજારથી વધુ સીટો બુક થઈ

  • મુંબઈથી અમદાવાદ વચ્ચે 4.57 લાખની મુસાફરી
  • લોકોએ મુસાફરી કરતાં રેલવેને રૂ. 45.90 કરોડ રૂપિયાની આવક

રાજ્યને પીએમ મોદીએ આપેલી સૌ પ્રથમ અમદાવાદ-મુંબઈ વચ્ચેની વંદે ભારત ટ્રેનને 30 સપ્ટે.ના રોજ એક વર્ષ પૂર્ણ થયું છે. મુંબઈથી અમદાવાદના રૂટ પર સાડા ચાર લાખથી વધુ લોકોએ મુસાફરી કરતાં રેલવેને રૂ. 45.90 કરોડ રૂપિયાની આવક થઈ છે. સૌ પ્રથમ રાજ્યની વંદે ભારત ટ્રેનમાં બંને તરફના રૂટ પર સરેરાશ 130.08 ટકા મુસાફરો બુકીંગ કરાવી રહ્યા છે. વંદે ભારતના પ્રથમ રૂટની વંદે ભારત ટ્રેનની તમામ સીટો બુક થઈ જતી હોવાની પણ માહિતી રેલવે દ્વારા મળી રહી છે.

મુંબઈથી-અમદાવાદ વચ્ચેની વંદે ભારત ટ્રેનમાં છેલ્લાં એક વર્ષમાં CCમાં 4,14,461 મુસાફરો અને ECમાં 42,617 મુસાફરોએ મુસાફરી કરી છે. કુલ 4,57,078 મુસાફરોએ મુંબઈથી અમદાવાદની મુસાફરી કરતાં રેલવેની આવક રૂ. 45,90,30,292 થઈ છે. મુંબઈ રૂટ પર વંદે ભારત ટ્રેન પ્રથમ દિવસથી મુસાફરોની પહેલી પસંદ હોવાનું જોવા મળી રહ્યુ છે. અન્ય ટ્રેનો કરતાં ઓછા સમયમાં મુંબઈ પહોંચાડતી ટ્રેનને પહેલાં મહત્ત્વ આપી રહ્યા છે. આ ટ્રેનની સફળતા બાદ અમદાવાદ-ઉદયપુર અને અમદાવાદ-જામનગર રૂટ પર વધુ બે વંદે ભારત પણ દોડાવામાં આવી છે.


  • Follow us on: