• બિલ્કીસ બાનોની પુનર્વિચાર અરજી નામંજૂર
  • 13 મેના આદેશ પર પુનર્વિચાર કરવાની માંગ કરી હતી
  • બિલ્કીસે દોષિતોની જમાનત વિરુદ્ધ આપી હતી અરજી

સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનોની સમીક્ષા અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં બિલ્કીસ બાનોએ મે મહિનામાં આપેલા સુપ્રીમ કોર્ટના આદેશને પડકાર્યો હતો, જેમાં ગુજરાત સરકારને 1992ના જેલના નિયમો હેઠળ 11 દોષિતોને મુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

બિલ્કીસની અરજી શું છે?

[[$googlead]]

મે 2022 માં, ન્યાયાધીશ અજય રસ્તોગીએ એક દોષિતની અરજી પર આદેશ આપ્યો હતો કે ગુજરાત સરકાર 1992ની મુક્તિ નીતિ હેઠળ બિલ્કીસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા પર વિચાર કરી શકે છે. જો કે, બિલ્કિસ બાનોએ પોતાની અરજીમાં કહ્યું છે કે આ કેસની સંપૂર્ણ સુનાવણી મહારાષ્ટ્રમાં કરવામાં આવી છે અને ત્યાંની રીલીઝ પોલિસી અનુસાર આવા જઘન્ય ગુનાઓને 28 વર્ષ પહેલા છોડી ન શકાય.

[[$alsoread]]

ગુજરાત સરકારે 11 દોષિતોને માફી આપી હતી

15 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા તમામ 11 દોષિતોને માફી આપીને મુક્ત કરી દીધા હતા. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પક્ષો અને નાગરિક સમાજ સંગઠનોએ આ બાબતે આકરી પ્રતિક્રિયા આપી હતી અને ગુજરાત સરકારની આકરી નિંદા કરી હતી.


  • Follow us on: