• 2 એસ્કેવેટર મશીન તેમજ 1 ડમ્પર કબજે કરાયું

  • બે એસ્કેવેટર મશીન તેમજ એક ડમ્પર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી
  • સુંદરીભવાની ગામ વિસ્તાર આસપાસ ખનીજ ચોરી મામલે આકસ્મિક રેડ કરાઈ

મોરબી ખાણ ખનીજ વિભાગે બાતમીને આધારે હળવદ તાલુકાના સુંદરીભવાની ગામેથી ફાયર ક્લેની ખનીજ ચોરી ઝડપી લઈ બે એસ્કેવેટર મશીન તેમજ એક ડમ્પર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડા અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્ર્રી જે.એસ.વાઢેરની સુચના તેમજ માર્ગદર્શન મુજબ હળવદ તાલુકાના સુંદરીભવાની ગામ વિસ્તાર આસપાસ ખનીજ ચોરી મામલે આકસ્મિક રેડ કરાઈ હતી. રેડ દરમિયાન બે એસ્કેવેટર મશીન જે પૈકી ટાટા હિટાચી જેના માલિક ઝાલાભાઈ કાળાભાઈ ભરવાડ અને રાજુભાઈ તખુભાઈ રાજપુત તેમજ એક ડમ્પર વાહન નં. GJ-36X-3058 જેના માલિક હરેશભાઈ તખુભાઈ ટાંકની માલિકીનું ફાયરક્લે ખનીજના ગેરકાયદેસર ખનનતેમજ વહન બદલ સદર તમામ વાહન સીઝ કરી હળવદ પોલીસ મથકે સોંપી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Follow us on: