• મંદિરની આરતી, દર્શન સહિત રાજભોગના સમયમાં ફેરફાર
  • સવારે 7 વાગ્યે આરતી, 7:30 થી 11:30 સુધી દર્શન કરી શકાશે
  • બપોરે 12:30 થી 4:30 સુધી કરી શકાશે દર્શન

9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે,ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સમયમાં થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે.મંદિરમાં આરતી સવારે 7 વાગ્યે,દર્શન 7.30 થી 11.30 અને બપોરે 12.30 તી 4.30 સુધી કરી શકાશે,તો સાંજના સમયની વાત કરીએ તો સાંજે 7 વાગ્યે આરતી, 7:30 થી 9 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે.9 એપ્રિલથી 16 એપ્રિલ સુધી મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે.

નવરાત્રી સમયે કરાય છે ફેરફાર

વર્ષમાં બે વખત નવરાત્રી આવતી હોય છે,તેને લઈ ભકતોનો ભારે ધસારો રહેતો હોય છે,મંગળવારથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે.ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આરતી,રાજભોગ,દર્શનના સમયમાં ફેરફર કરાયો છે,દર વર્ષની જેમ આ વર્ષે પણ આરતીના અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.

ભાદરવી પૂનમ વખતે પણ કરાય છે ફેરફાર

યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાતો હોય છે. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં માઈભક્તો પગપાળા કરીને અંબાજી પહોંચતા હોય છે. ત્યારે અંબાજીના ભાદરવી પૂનમના મેળાને લઇ મોટી જાહેરાત કરવામાં આવતી હોય છે. ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાતો હોય છે.



  • Follow us on: