• રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નંદુરબારમાં દરોડા પાડયા
  • નીતિન કોટવાણી નામનો શખ્સ નશાકારક સીરપ બનાવતો હતો
  • ખાપેર શહેરમાં 800 વારની જગ્યા ભાડે રાખી હતી

રાજકોટમાંથી નશાકારક સીરપ ઝડપાવવાના કેસમાં નશાકારક સીરપનું પગેરૂ મહારાષ્ટ્રના નંદુરબારમાં નીકળ્યું છે. તેથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નંદુરબારમાં દરોડા પાડયા છે. નીતિન કોટવાણી નામનો શખ્સ નશાકારક સીરપ બનાવતો હતો.

રૂપિયા 73 લાખની કિંમતની નશાકારક સીરપ ઝડપાઇ

[[$googlead]]

ખાપેર શહેરમાં 800 વારની જગ્યા ભાડે રાખી હતી. તેમજ રાજકોટના રૂપેશ ડોડીયા અને ધર્મેશ ડોડીયા સીરપ મંગાવતા હતા. 2021 સુધી નિતીન કોટવાણી વડોદરામાં ફેક્ટરી ચલાવતો હતો. તેથી ક્રાઇમ બ્રાન્ચે નીતિન કોટવાણીની શોધખોળ હાથ ધરી છે. 3 જુલાઇએ રૂપિયા 73 લાખની કિંમતની નશાકારક સીરપ ઝડપાઇ હતી. જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા 5 ટ્રક નશાકારક સિરપના હતા.

[[$alsoread]]

નંદુરબાર જિલ્લાના ખાપેર શહેરમાં 800 વારની જગ્યા ભાડે રાખી

વડોદરાનો નીતિન કોટવાણી નામનો શખ્સ નંદુરબાર જિલ્લાના ખાપેર શહેરમાં 800 વારની જગ્યા ભાડે રાખી નીતિન કોટવાણી નશાકારક સિરપનું ઉત્પાદન કરતો હતો. તથા રાજકોટના રૂપેશ ડોડીયા અને ધર્મેશ ડોડીયા નિતિન કોટવાણી પાસેથી જ નશાકારક સીરપ મગાવતા હતા. 2021માં લાયસન્સ રદ થતાં નંદુરબારના ખાપેરમાં શેડ ભાડે રાખી ફેક્ટરી ચાલુ કરી હતી. તથા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ નશાકારક સીરપ સપ્લાય કરતો હતો. તેથી ક્રાઇમ બ્રાન્ચે ફેક્ટરી માલિક નીતિન કોટવાણીની શોધખોળ હાથ ધરી છે. 

  • Follow us on: