- મીઠાના સત્યાગ્રહ દરમિયાન આ રૂટ પર ગાંધીજી ચાલ્યા હતા
- આ રોડને દાંડી રૂટ તરીકે ઓળખવામાં આવે છે.
- પરંતુ આ દાંડી માર્ગ આજે અતિ બિસ્માર હાલતાં ફેરવાઈ ગયો છે
ખેડાના નડિયાદમાં આ દાંડી માર્ગનો 6 કિમીનો ભાગ નડિયાદ શહેરમાંથી પસાર થાય છે.આ રૂટને ગાંધીજીની 150મી જયંતીના ભાગરૂપે કેન્દ્ર સરકાર રૂ. 26 કરોના ખર્ચે ડેવલપ કરવામાં આવ્યો હતો. પરંતુ આજે આ રોડ પર જ્યાં ત્યાં ખાડા પડી ગયા છે. હાલત એવી છે કે શહેરીજનોને વિશેષ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
રોડ દયનીય હાલતમાં
મહિલાઓની ફરિયાદ છે કે ઉબડ ખાબડ માર્ગના કારણે મોપેડ પર કોઈ ચીજ વસ્તુ કે બાળકો સાથે અવર જવર કરવી મુશ્કેલ બની છે.આ સ્થિતિને કારણે ઐતિહાસિક દાંડી રૂટ સાથે સાથે સાથે દાંડી માર્ગનું કામ સાંભળતા માર્ગ અને મકાન વિભાગની શાખ પણ બગડી રહી છે.એક તરફ જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે અને બીજી તરફ દાંડી માર્ગ હસ્તકના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ આંખ આળા કાન કરી રહ્યાં છે,તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

રોડ ખાડામાં કે ખાડામાં રોડ
દર વર્ષે રોડ બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે છતાં પણ ચોમાસામાં રોડ તૂટી જાય છે અને કરોડોનો ભ્રષ્ટાચાર બહાર આવે છે ત્યારે લોકો માંગ કરી રહ્યા છે કે શહેરમાંથી પસાર થતો સમગ્ર દાંડી માર્ગ આરસીસી બનાવવામાં આવે.આ બાબતે શહેરીજનોએ નગરપાલિકામાં પણ રજૂઆત કરી છે તેમ છત્તા કોઈ કામગીરી થતી નથી તેના કારણે શહેરીજનો પરેશાન છે,રોડ ખાડામાં કે ખાડામાં રોડ એ જ ખબર નથી પડતી.

ગુજરાત હાઈકોર્ટે અવાર-નવાર કરી છે ટકોર
ગુજરાત હાઈકોર્ટે રોડ રસ્તાને લઈ અવાર-નવાર સરકારને ટકોર કરી છે,પરંતુ સ્થિતિ અલગ જ છે,શહેરમાં વરસાદના સમયે રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે,શહેરીજનોને આ ખાડા દેખાઈ રહ્યાં છે અને મહેસૂસ કરી રહ્યાં છે પરંતુ અધિકારીઓને આ ખાડા કેમ નહી દેખાતા હોય તે એક સવાલ છે,ત્યારે જોવાનું એ રહ્યું કે શહેરીજનોને આ ખાડામાંથી કયારે મળે છે રાહત.









