પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના ચરણરજથી પવિત્ર થયેલું અને અનાદિ મૂળ અક્ષરમૂર્તિ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદસ્વામીનાં આશીર્વાદનું ધામ એટલે શ્રી સાળંગપુરધામ.આસો વદ ચૌદશ, 31 ઓક્ટોબર 2024 એટલે પવિત્ર કાળીચૌદશ અને કાળીચૌદશ એટલે હનુમાનજી મહારાજની ભક્તિ, ઉપાસના અને કૃપા મેળવાનો દિવસ.આ દિવસે વિશાળ યાત્રિક ભુવનનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે.


1000થી વધુ રૂમો હશે
શ્રી કષ્ટભંજનદેવ દાદાની અનહદ કૃપાથી અને ભક્તોના સાથ સહકારથી સાળંગપુરધામમાં દર્શને આવતા ભક્તોની સગવડને ધ્યાનમાં રાખી 1000થી વધુ રૂમનું અત્યાધુનિક વિશાળ ગોપાળાનંદસ્વામી યાત્રિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન પવિત્ર કાળીચૌદશના શુભ દિને સવારે 7 કલાકે પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ એવં અમિત શાહ - માનનીય કેન્દ્રીય ગૃહ એવં સહકારીતા મંત્રી એવમ્ સંપ્રદાયના વડીલ સંતોના વરદ્ હસ્તે કરવામાં આવશે.



ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની વિશેષતા
1-1000 થી વધારે રુમ
2-2500 કારનું વિશાળ પાર્કિંગ ધરાવતું 8 માળનું અત્યાધુનિક ભવન
3-9,00,000 સ્કેવર ફીટથી વધારે બાંધકામ
4-50,00,000 કીલો સ્ટીલનો ઉપયોગ
5-2,25,000 લિટર પાણી સંગ્રહની ક્ષમતા
6-ગરમ પાણી માટે 9,000 લીટરનો હિટ પંપ
7-42 RO વોટર પોઈન્ટની સુવિધા
8-દરેક રુમમાં સૂર્યપ્રકાશ મળી રહે તેવી સુવિધા
9-ગ્રીન બીલ્ડીંગ બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ
10-દરેક રુમને બાલ્કની મળશે
11-10 લીફટ, 6 સીડી, ફાયર સેફ્ટીની સુવિધા
12-રિસેપ્શન એરિયા: 12,500 સ્કવેર ફીટ, 75 ફીટ ઊઁચાઈ અને 110 ફીટ પહોળાઈ , યાત્રિક ભવન લંબાઈ 611 ફીટ, પહોળાઈ 275 ફીટ, ઊઁચાઈ 165 ફીટ
13-ઈન્ડિયન વેધર કન્ડિશન પ્રમાણે વિન્ડ ડિરેક્શનને ધ્યાનમાં રાખીને ભવન નિર્માણ

  • Follow us on: