• વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી
  • વાઈટ હાઉસમાંથી ચાલતા ટોળનાકાનો વીડિયો વાયરલ
  • કોઈ રાહદારીએ વીડિયો બનાવ્યો હોવાનું અનુમાન

મોરબી ટોલનાકાનો વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં કેવી રીતે નકલી ટોલનાકામાંથી પસાર થવું એ સમજાવતો વીડિયો સામે આવ્યો છે. કોઈ રાહદારીએ વીડિયો બનાવ્યો હોવાનું અનુમાન છે. ટોલનાકા કાંડ બહાર આવ્યા બાદ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

કોઈ રાહદારીએ વીડિયો બનાવ્યો હોવાનું અનુમાન

[[$googlead]]

[[$alsoread]]

મોરબી ટોલનાકા કાંડ બહાર આવ્યા બાદ વીડિયો વાયરલ થયો છે. વાઈટ હાઉસમાંથી ચાલતા ટોળનાકાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં કેવી રીતે નકલી ટોલનાકામાંથી પસાર થવું એ સમજાવતો વીડિયો બહાર આવ્યો છે. મોરબી જિલ્લાના વઘાસીયા પાસે બોગસ ટોલનાકાના મામલાની તપાસ માટે કમિટીની રચના કરાઈ છે. વાંકાનેરના પ્રાંત અધિકારી દ્વારા ચાર અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે. મામલતદાર, ટીડીઓ, પીઆઇ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીનો કમિટિમાં સમાવેશ કરાયો છે. બોગસ ટોલનાકેથી પસાર થતા વાહનો વાળા રસ્તાની સરકારી રેકર્ડ મુજબની તપાસ કરવામાં આવશે. કમિટીના રિપોર્ટ બાદ પ્રાંત અધિકારી કલેક્ટરને બોગસ ટોલનાકા બાબતે ફાઇનલ રિપોર્ટ સુપરત કરાશે.

 વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી

મોરબી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે રોડ પર વઘાસીયા પાસે ટોલનાકુ આવેલું છે અને તે ટોલનાકાની બાજુમાં બંને બાજુએ ગેરકાયદેસર ટોલનાકા શરૂ કરી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી ટોલનાકાને બાયપાસ કરીને વાહનોને પસાર કરવામાં આવતા હતા અને તે વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. આ બાબત મીડિયામાં ઉજાગર થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગઈકાલે પાંચ શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. હજુ સુધી આરોપી પકડાયેલ નથી. 

  • Follow us on: