• રેલવેની થઈ રહી છે કાયાપલટ

  • બુલેટ ટ્રેન સ્ટેશનનો વીડિયો વાયરલ
  • નજારો જોઈને લોકો થયા મનમોહિત

અમદાવાદથી મુંબઈ ભારતની પ્રાયોજિત પ્રથમ બુલેટ ટ્રેન ચાલવાની છે. આ ટ્રેન 2026 સુધીમાં દોડતી થાય તેવું આયોજન છે. હાલ આ પ્રોજેક્ટને લઈને યુદ્ધના ધોરણે કામકાજ ચાલી રહ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન બનીને તૈયાર થઈ ગયું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરૂવારે અમદાવાદના સાબરમતીના મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબમાં બનેલા બુલેન ટ્રેન ટર્મિનલનો વીડિયો રિલીઝ કર્યો છે.

અશ્વિની વૈષ્ણવ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બુલેટ ટ્રેન સ્ટેશન નિર્માણ દરમિયાન સાંસ્કૃતિક વારસાની સાથે આધુનિક વાસ્તુકલાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. સાબરમતીમાં બનેલા બુલેટ ટ્રેન સ્ટેશનમાં યાત્રીકોને સ્ટેટ-ઓફ-ધ આર્ટ આધુનિક સુવિધાઓ મળશે. પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે ચાલવાની છે. તેને જાપાનની મદદથી તૈયાર કરવામાં આવી રહી છે. જાપાનથી નાણાકીય સહાયતાથી સાથે તકનીકી મદદ પણ મળી રહી છે. બુલેટ ટ્રેનથી અમદાવાદથી મુંબઈની યાત્રા માત્ર 2.07 કલાકમાં પૂરી કરી શકાશે. ટ્રેનની મહત્તમ ઝડપ 350 કિમી પ્રતિ કલાક હશે.

[[$googlead]]

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 508km લાંબી રેલ લાઈનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તે ડબલલાઇન સુરંગ અને સમુદ્રની નીચેથી પસાર થાય છે. આ પરિયોજના પર 1.08 લાખ કરોડનો ખર્ચ થવાનું અનુમાન છે. પરિયોજનાના ખર્ચના 81 ટકા જાપાન સોફ્ટ લોન દ્વારા 0.1% પ્રતિ વર્ષના દરથી મળશે. તેમાં 15 વર્ષનો ગ્રેસ પિરિયડ સહિત 50 વર્ષનો રિપેમેન્ટ સમયગાળો હશે.

[[$alsoread]]

મહત્વનું છે કે દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા બુલેટ ટ્રેન સ્ટેશનનો એક વીડિયો તેમના X એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં બુલેટ ટ્રેન સ્ટેશનનો ચમચમાતો નજારો જોઈ શકાય તેમ છે. આ નજારો અદ્ભુત છે. તેને જોઈને મનમોહિત થઈ જવાય છે. મલ્ટિમોડેલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકાસ પામેલ આ સ્ટેશનમાં અવનવી સુવિધાઓ અને આકર્ષણો સામેલ છે. આમ હવે ભારતમાં નવા રેલવે યુગના મંડાણ થવા તરફનું આ પહેલું પગલું કહી શકાય તેમ છે.


  • Follow us on: