• પોલીસે રૂ.45 હજારના દારૂ સાથે લાખો મુદ્દામાલ કર્યો કબ્જે
  • જિલ્લા LCBએ દરોડા કરી 41 લોકોની કરી ધરપકડ
  • વલસાડ સરપંચ સંઘના પ્રમુખ વિનોદ પટેલની કરી ધરપકડ

વલસાડના કાંજણહારી ગામે દારૂની મહેફિલમાં દરોડા પડ્યા છે. જેમાં જિલ્લા LCBએ દરોડા કરી 41 લોકોની ધરપકડ કરી છે. તેમજ વલસાડ સરપંચ સંઘના પ્રમુખ વિનોદ પટેલની ધરપકડ કરવામાં આવી છે. તથા પોલીસે રૂ.45 હજારના દારૂ સાથે લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જિલ્લા LCBએ દરોડા કરી 41 લોકોની કરી ધરપકડ
ઉલ્લેખનીય છે કે કાંજણહરી ગામે ચાલતી દારૂની મહેફિલમાં જિલ્લા એલસીબી પોલીસે ભંગ પાડી વલસાડ સરપંચ સંઘના પ્રમુખ સહિત 41 લોકો ધરપકડ કરી હતી. તથા લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં દારૂની અને કબાબની મહેફિલ વલસાડના કાંજણહરી ગામે ચાલતી હતી. જેમાં ગાંધીના ગુજરાતમાં દારૂની એકબોટલ લાવવા પર પ્રતિબંધ છે. ત્યારે વલસાડના ભાજપના નેતાઓની મહેફિલમાં લાખોનો દારૂ ક્યાંથી આવ્યોએ સવાલ ઉઠી રહ્યા છે. વલસાડ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અને નનાકવાડા ગામના સરપંચ વિનોદ પટેલ સહિત ડેપ્યુટી સરપંચ અને સભ્ય મળી નનાકવાડા ગામના 41 લોકો પોલીસ રંગે હાથે દારૂ અને કબાબની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા.

આ વીડિયો પણ જુઓ:



પોલીસે રૂ.45 હજારના દારૂ સાથે લાખો મુદ્દામાલ કર્યો કબ્જે
વલસાડ જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે વલસાડના કાંજણહરી ગામે એક બંગલાના પાછળના ભાગે શરાબની મહફિલ ચાલતી હતી. તેમાં શરાબ અને કબાબની પોલીસના હાથે લાગ્યા હતા. તેમાં વલસાડના ટોચના બિલ્ડરોના ખાસ અને ભાજપના નેતાઓના નજદીક ગણાતા એવા વલસાડ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ વિનોદ પટેલની ધરપકડ કરી છે. સાથે નનકવાડા ગામનો ડેપ્યુટી સરપંચ પણ મહેફિલ માણી રહ્યા હતા. તથા પોલીસે મોંઘીદાટ કાર અને બાઈક પણ કબજે કરી છે.

  • Follow us on: