• હિંમતનગરના પેઢમાલ ગામમાં જળબંબાકાર
  • પેઢમાલા ગામે ડુંગર પરથી પાણી ગામમાં ઉતર્યા
  • ગામના રસ્તા જળબંબાકાર થયા છે

સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં હિંમતનગરના પેઢમાલ ગામે જળબંબાકાર થયો છે. પેઢમાલા ગામે ડુંગર પરથી પાણી ગામમાં ઉતર્યા છે. સાબરકાંઠા વરસાદી પાણીના પ્રવાહથી ગામ બે ભાગમાં વહેંચાયુ છે. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ થયો છે. જેમાં ગામના રસ્તા જળબંબાકાર થયા છે.

હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ આવ્યો

[[$googlead]]

હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ આવ્યો છે. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ થયો છે. હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામે ડુંગર પરથી પાણી ગામમાં ઉતર્યા છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામવાને લઈ સ્થાનિકોમાં આનંદ વ્યાપ્યો છે. રવિવારથી શરુ થયેલ વરસાદી માહોલ બુધવાર સવાર સુધી જળવાઈ રહ્યો છે. જિલ્લામાં અંતિમ 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં વરસાદ સારો વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.

[[$alsoread]]

સિઝનનો કુલ વરસાદ હિંમતનગરમાં સાડા ચાર ઈંચ જેટલો નોંધાયો

આ વિસ્તારના ખેડૂતો પણ લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો છે. હિંમતનગરના ગાંભોઈ, આગીયોલ, બેરણાં, કાંકણોલ, હડીયોલ અને ગઢોડા તેમજ હાજીપુર પંથકમાં સારો વરસાદ નોંધાયો હતો. વિસ્તારના ખેડૂતોને હવે ચોમાસુ પાકની વાવણી કરવાને માટે વરસાદી માહોલથી હવે રાહત થઈ છે. હિંમતનગરમાં પોણા બે ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.સિઝનનો કુલ વરસાદ હિંમતનગરમાં સાડા ચાર ઈંચ જેટલો નોંધાયો છે.


  • Follow us on: