• સરદાર સરોવર ડેમમાં 54,572 ક્યૂસેક પાણીની આવક
  • દરરોજ વીજ મથકોમાં 3 થી 4 કરોડનું વીજ ઉત્પાદન
  • નર્મદા ડેમની કૂલ સપાટી 138.68 મીટર છે

સરદાર સરોવર ડેમની જળ સપાટી 130 મીટર પાર પહોંચી છે. જેમાં સરદાર સરોવર ડેમમાં 54,572 ક્યૂસેક પાણીની આવક થઇ છે. તથા દરરોજ વીજ મથકોમાં 3 થી 4 કરોડનું વીજ ઉત્પાદન થાય છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 16 સે.મી.નો વધારો થયો છે.

એવરેજ 3થી 4 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે

[[$googlead]]

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 130.09 મીટર થઈ છે. તેમજ મહત્તમ સપાટી - 138.68 મીટર છે. તથા પાણીની સરેરાશ આવક - 54,572 ક્યૂસેક છે. સરદાર સરોવરમાં 3220 મિલીયન ક્યુબીક મીટર પાણી સ્ટોરેજ થઈ ગયું છે. ત્યારે વીજ મથકો સતત ચાલુ રહેતા રોજના એવરેજ 3થી 4 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. સરદાર સરોવર ડેમ સંપૂર્ણપણે જળથી ભરાવવામાં હજુ 8.65 મીટર બાકી છે.

[[$alsoread]]

નર્મદા ડેમની કૂલ સપાટી 138.68 મીટર છે

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન નર્મદા ડેમમાં પાણીની આવકના કારણે નર્મદા ડેમની સપાટી 130 મીટરની સપાટી વટાવી ચૂક્યું છે. નર્મદા ડેમની કૂલ સપાટી 138.68 મીટર છે. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઓવરફ્લો થશે તેવી શક્યતા છે. ગતવર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના દિવસે નર્મદા ડેમ ઓવરફલો થયો હતો ત્યારે આ વર્ષે પણ નર્મદા ડેમ ઓવરફ્લો થઈ શકે છે. 

  • Follow us on: