• વર્લ્ડ બેંકની ટીમના સભ્યોએ સુરતમાં ગરબા કર્યા
  • તાપી રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ માટે ટીમની ગુજરાત મુલાકાત
  • સી. બી. પટેલ ગરબા ગ્રાઉન્ડ પર નવરાત્રીની મઝા માણી

તાપી રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય જરુરી ચર્ચા કરવા માટે વર્લ્ડ બેંકની ટીમ સુરતની મુલાકાતે આવી છે. સુરતની મુલાકાતે આવેલી ટીમે સી. બી. પટેલ ગરબા ગ્રાઉન્ડ પર નવરાત્રીની મઝા માણી હતી.


વર્લ્ડ બેંકની ટીમ 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી સુરતની મુલાકાતે આવી છે. ઉચ્ચ સ્તરીય ટીમની આ ત્રીજી સુરત મુલાકાત છે. ટીમના અધિકારીઓ ત્રણ દિવસથી સુરતમાં વિવિધ સાઇટની મુલાકાત લઇ રહ્યા છે. દરમિયાન મંગળવારે રાતે ટીમના સભ્યોએ ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લીઘી હતી અને ગરબા કર્યા હતા.


  • Follow us on: