• રિલ્સ બનાવવાની ઘેલછામાં કાયદાનું કર્યું ઉલ્લંઘન
  • સિંહ પ્રેમીઓ દ્વારા યુવક સામે કાર્યવાહીની માગ
  • વન વિભાગે વીડિયોના આધારે તપાસ હાથ ધરી

અમરેલીમાં સિંહ સાથે રિલ્સ બનાવતો વીડિયો વાયરલ થયો છે. જેમાં રિલ્સ બનાવવાની ઘેલછામાં યુવાને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. તેમાં સિંહ પ્રેમીઓ દ્વારા યુવક સામે કાર્યવાહીની માગ છે. તેમજ વન વિભાગે વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે.

ડાલામથ્થા સિંહની નજીક જઈને યુવાને વીડિયો ઉતાર્યો

[[$googlead]]

સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવાની ઘેલછાએ યુવાનો કઇ પણ કરતા અચકાતા નથી. જેમાં ગીર પંથકના વિસ્તારોમાં સિંહોની ખુલ્લેઆમ પજવણી થઇ રહી છે. ડાલામથ્થા સિંહની કુદરતી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડતા પજવણી ખોર બેફામ થયા છે. જેમાં ગ્રામીણ માર્ગ પર બિરાજેલા ડાલામથ્થા સિંહની નજીક જઈને યુવાને વીડિયો ઉતાર્યો છે. ફોર વ્હીલકાર આગળ ઊભા રહીને પાછળ સિંહ આવે તેવી પજવણી ખોર રીલ બનાવી છે.

[[$alsoread]]

રિલ્સ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે

સિંહને ખલેલ પહોંચાડતી બનાવેલી રીલ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં વન વિભાગે વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે. તેમજ સિંહોની સુરક્ષાના બણગા ફૂકતું વનવિભાગ પજવણી ખોર સામે કાર્યવાહી કરે તેવી માંગ સ્થાનિકોમાં ઉભી થઇ છે. 

  • Follow us on: