- નવરાત્રિમાં પોલીસ બંદોબસ્તનો લાભ ચોરોએ લીધો : દાનપેટી અને તિજોરી તોડી રોકડ લઈ ગયા
- 62000 રૂપિયા રોકડા, ચાંદીના વાસણો મળી કુલ ચારથી પાંચ લાખ રૂપિયા મત્તાની ચોરી થયાનો અંદાજ
- સિદ્ધનાથ મહાદેવ ખાતે પત્થરો ફેંક્યા ની ઘટના બાદ મંદિરમાં થયેલી ચોરીથી પંથકમાં ફ્ફ્ડાટ
ઉમરેઠ પંથકમાં મકાનોમાં ચોરી સમયાંતરે થતાં કિસ્સા તો સામે આવે છે પણ હવે ઉમરેઠ પંથક માં બેફામ બનેલા તસ્કરોએ મંદિરને નિશાના પર લીધું છે ને ઉમરેઠ ડાકોર રોડ પર આવેલા કોટયર્ક ધામ ખાતે તસ્કરોએ હાથફેરો કર્યો છે અને ચાંદીની વસ્તુઓ સહિત રોકડ પણ છૂ કરી ગયા છે, હવે પોલીસે તપાસ શરૂ કરી છે જો કે પોલીસ માટે આ તસ્કરોને પકડવા એક પડકાર બની રહેશે , હાલ તો પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા સિદ્ધનાથ મહાદેવ ખાતે પત્થરો ફેંક્યા ની ઘટના બાદ હવે રોડ પર ના મંદિરમાં થયેલી ચોરીથી પંથકમાં ફ્ફ્ડાટ વ્યાપ્યો છે. આ મામલે કોટેક મંદિરના સંચાલક રાકેશભાઈએ જણાવ્યું હતું કે 62000 રૂપિયા રોકડા અને ચાંદીના વાસણો મળીને કુલ અંદાજે ચારથી પાંચ લાખ રૂપિયા મત્તાની ચોરી થઈ હોવાનો અંદાજ છે. મળતી માહિતી મુજબ ડાકોર રોડ પર કોટીયર્ક ધામ આવેલું છે , આ ધામ માં ગત રાત્રી તસ્કરો ત્રાટક્યા હતા અને તિજોરી તથા દાનપેટી તોડી 62 હજાર રૂપિયા રોકડાની સાથે ચાંદીના વાસણો ઉઠાવી ત્યાંથી છૂં થઈ ગયા હતા. એક બાજુ જ્યારે પોલીસ નવરાત્રીના બંધોબસ્ત માં વ્યસ્ત છે ત્યારે આ વાતનો લાભ લઇ ઉમરેઠ ડાકોરના મુખ્ય રોડ પર આવેલા ધામ પર ચોરોએ ડાકો નાખ્યો હતો અને ચોરી કરી ફરાર થઈ ગયા હતા. હવે આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો બીજી બાજુ મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં શું કઈ હાથ લાગે છે કે નહિ તે આવનાર સમયમાં જ સમજી શકાશે.










