• સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા અંદરમાં આવતા ખારેક સંશોધન

  •  મોર્નિંગ વોક માટે સંશોધન અધિકારી બહાર નીકળતા ચોરીની જાણ થઈ
  • અંગે પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ગાંધીધામઃ ગાંધીધામના સપનાનગર મધ્યે રહેતા અને સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા અંદરમાં આવતા ખારેક સંશોધન કેન્દ્ર મુન્દ્રામાં સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતા ડૉ.ચંદેરા મડિયન મુરલીધરને પોલીસને જણાવ્યું હતું કે, આગામી સમયમાં પ્રગતીશીલ ખેડૂતો માટે કન્સલટેશન મીટ ઓન ડેટ ફાર્મ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી તેઓ ડ્રાઈવર સાથે સરકારી જીપ નંબર જીજે 18 જીએ ર743 લઈ ખેડૂતોને આમંત્રણ આપવા ગયા હતા. આમંત્રણ આપી સાંજે તેઓ ઘેર આવી ગયા હતા. ડ્રાઈવરે સંશોધન વૈજ્ઞાનિકના ઘર પાસે સરકારી જીપ પાર્ક કરી ચાવી આપી હતી, ત્યારે રાત્રિના અરસામાં કોઈ અજાણ્યા ઈસમો ત્રાટક્યા હતા અને ઘર પાસે પાર્ક કરેલ રૂપિયા 6 લાખની જીપની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. સવારે મોર્નિંગ વોક માટે સંશોધન અધિકારી બહાર નીકળતા ચોરીની જાણ થઈ હતી. જેથી ફોજદારી નોધાવી હતી. જે અંગે પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: