રાજકોટ જન્માષ્ટમીના લોકમેળાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં રાઇડ્સ-સ્ટોલ સંચાલકો મેળાનો બહિષ્કાર કરી શકે છે, આજે સાંજે રાજ્યના રાઇડ્સ સંચાલકોની મળશે બેઠક, રાઇડ્સ સંચાલકોએ SOPનું પાલન કરવું જ પડશે તેવી બેવડી નીતિના કારણે સંચાલકોમાં રોષ જોવા મળ્યો છે. ગત વર્ષે પણ રાઇડ્સ વિના થયો હતો લોકમેળો અને આ વખતે લોકમેળાના આયોજન સમયે જ વિવાદ થયો છે.


[[$googlead]]

રાજકોટમાં લોકમેળામાં રાઇડ્સ સંચાલકોએ SOPનું પાલન કરવું જ પડશે

જન્માષ્ટમીનો લોકમેળો રાજકોટમાં વર્ષોથી યોજાય છે અને તેને લઈ રાઈડ સંચાલકો પણ રાઈડનું આયોજન કરતા હોય છે, ત્યારે મેળામાં કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તેને લઈ રાઈડ સંચાલકો માટે કલેકટરે એસઓપી બહાર પાડી છે, રાઈડના સંચાલકોનું કહેવું છે કે, એસઓપી બહાર પાડો તેનો વાંધો નથી પણ તે એસઓપીમાં થોડી છૂટછાટ આપવી જોઈએ, તો કલેકટરના આ નિર્ણય સામે રાઈડ સંચાલકોમાં પણ નારાજગી જોવા મળી છે.

[[$alsoread]]

મેળામાં ખાણીપીણીના સ્ટોલ 9 થી 13 જૂન સુધી લેવાના રહેશે

મેળામાં ખાણીપીણીના સ્ટોલ જે લોકોએ કરવાના હોય તે લોકોએ આજથી 13 જૂન સુધી ફોર્મ લેવાના રહેશે અને નાયબ કલેકટર કચેરી ખાતેથી આ ફોર્મ મેળવવાના રહેશે આ ફોર્મ મેળવવા માટે સવારના 11 થી બપોરના 4 વાગ્યા સુધી વેપારી ફોર્મ મેળવી શકશે, અરજી કરવા માટેની ફી રૂપિયા 200 નક્કી કરવામાં આવી છે, તો ફોર્મમાં દર્શાવેલ રકમના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે અરજી રજૂ કરવાની રહેશે, અને નિયત સમય પ્રમાણે અરજી આપવાની રહેશે જેમાં કોઈની પણ ભલામણ ચલાવી લેવામા આવશે નહી.

વર્ષ 1983થી યોજાય છે મેળો

આ મેળાની મજા માણવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લોકો આવતા હોય છે. રાજકોટમાં યોજાતો આ લોકમેળો વર્ષ 1983થી યોજાઈ રહ્યો છે જે, હવે રાજકોટની ઓળખ બની ગયો છે.પહેલા આ મેળો રાજકોટના શાસ્ત્રી મેદાનમાં યોજાયો હતો પણ લોકોની સંખ્યા ધીમે ધીમે વધતા હવે આ મેળો વર્ષ 2003થી રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાઈ રહ્યો છે.આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અહીંયા CCTV કેમેરા પણ લગાવવામાં આવે છે અને તેનું સતત મોનિટરિંગ પણ કરવામાં આવે છે.

  • Follow us on: