- ડિસેમ્બરના પ્રારંભથી જ ઠંડીની અનુભૂતિ વર્તાશે
- ઉત્તરપ્રાંતમા હિમવર્ષાને લઇને આગામી દિવસોમા પારો ગગડવાની ભીતિ
- ચરોતરમા ઠંડીમા વધારો થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી
ચરોતરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં વીતેલા ત્રણ દિવસમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે રવિવારે પ્રદેશના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ-માવઠુ થયુ છે. જોકે સોમવારે ઉઘાડ નીકળ્યા બાદ ઠંડીમાં આંશિક વધારો સર્જાયો છે. ત્યારે બીજી તરફ લૉ.પ્રેશરને લઇને 30મી નવેમ્બરે ઉત્તર ભારત, હિમાલયના તટીય પ્રદેશોમા સ્નોફોલ્સ થતાં ઠં.ડા પવનો ફુંકાઇને પારો ગગડતા ચરોતરમા ઠંડીમા વધારો થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
બંગાળાની ખાડી, અરબી સમુદ્ર ઉપરથી વહેતા ભેજવાળા પવનોને લઇને લો પ્રેશર રચાતા આણંદ-ખેડા જિલ્લામાં 25 થી 27 નવેમ્બર દરમ્યાન વાદળછાયા માહોલ વચ્ચે માવઠુ થવાની આગાહી વ્યક્ત કરવામા આવી હતી. ત્યારે રવિવારે અનરાધર વરસાદ થતાં ચરોતરમાં ખેતીપાકને વ્યાપક નુકશાન થવા સહિત હવામાન ઉપર પણ તેની અસરો વર્તાઇ રહી છે. તાપમાનનો પારો આંશિક નીચો જતાં ઠંડીના ચમકારાને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ત્યારે ભારત મોસમ વિજ્ઞાન વિભાગના અહેવાલ અનુસાર ચરોતરમા 29 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી મહત્તમ ઉષ્ણતામાન સામાન્ય કરતા ઓછુ તેમજ લઘુત્તમ ઉષ્ણામાન સામાન્ય રહેવાની સંભાવના છે. તદુપરાંત આછીપાતળી વરસાદી ઝરમર. કમોસમી વરસાદની વકી વ્યક્ત કરાઇ રહી છે. ત્યારે બીજી તરફ 30મી નવેમ્બરે ઉત્તર ભારત તેમજ હિમાલયના પર્વતીય પ્રદેશોમા હિમવર્ષા, બરફવર્ષા થવાની શકયતાઓ વચ્ચે ઉત્તર તરફથી ફુંકાતા પવનોને લઇને ઉષ્ણતામાનમાં સરેરાશ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો સર્જાતા ઠંડીમા વધારો થાય તેવી પ્રબળ સંભાવનાઓ સેવાઇ રહી છે. પરિણામે ડિસેમ્બર માસના પ્રારંભથી જ ઠંડીના આંશિક કાતિલ મિજાજની અનુભુતિ વર્તાશે. આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કૃષિ હવામાન વિભાગની માહિતી મુજબ 28મીને મંગળવારે મહત્તમ તાપમાન 27.0 ડિસે, લઘુત્તમ તાપમાન 17.5 ડિસે, હવામા ભેજનુ પ્રમાણ 98 ટકા, પવનની ઝ.ડપ 2.2 પ્રતિ કલાક કિમી, પવનની દિશા પૂર્વ-ઉત્તર-પુર્વ જયારે સુર્યપ્રકાશનું પ્રમાણ 6.3 કલાક નોંધાયું છે.










