બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. કાંકરેજને લઈને હવે મોટો નિર્ણય લેવાઈ શકે છે. કાંકરેજને બનાસકાંઠામાં પરત લેવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકાર કાંકરેજને લઈ ફેર વિચારણા કરી શકે છે અને ટૂંક સમયમાં જ કાંકરેજ મુદ્દે નિર્ણય લેવાઈ શકે છે.


[[$googlead]]

વાવ, થરાદ અને બનાસકાંઠામાં ગામની વહેંચણી કરવામાં આવી શકે

સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના બે ભાગ થવાની સંભાવના છે. વાવ, થરાદ અને બનાસકાંઠામાં ગામની વહેંચણી કરવામાં આવી શકે છે. આ સિવાય ધાનેરા મુદ્દે પણ નિર્ણય લેવાઈ શકે છે. સરકારમાં રજૂઆત બાદ નિર્ણય બદલાઈ શકે છે. સ્થાનિક નેતાઓએ આ અંગે સરકારમાં રજૂઆત કરી હતી.

[[$alsoread]]

સરકારે બનાસકાંઠા જિલ્લાનું કર્યું વિભાજન

તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બનાસકાંઠામાંથી અલગ વાવ-થરાદ જિલ્લો બનાવીને તેમાં વાવ, થરાદ, સુઈગામ, ભાભર, લાખણી, દિયોદર, કાંકરેજ અને ધાનેરા મળીને 8 તાલુકાઓનો નવો જિલ્લો બનાવવાની જાહેરાત કરતા જ હવે વિભાજનના મુદ્દે ઘમાસણ શરૂ થયું. બનાસકાંઠા જિલ્લામાં 6 તાલુકા અને નવા વાવ-થરાદ જિલ્લામાં 8 તાલુકાઓનો સમાવેશ કરતાની સાથે જ નવા જિલ્લામાં ગયેલા કાંકરેજ અને ધાનેરાના લોકો અને આગેવાનોએ પોતાને મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા દેવાની માગ સાથે આક્રોશ વ્યક્ત કરીને વિરોધ શરૂ કર્યો છે.

વેપારીઓએ દુકાનો બંધ રાખીને બંધ પાળ્યું

કાંકરેજના શિહોરીમાં વેપારીઓએ પોતાની દુકાનો અને ધંધા રોજગાર બંધ રાખીને સંપૂર્ણરીતે બંધ પાળીને વિરોધ વ્યક્ત કરતા કહ્યું હતું કે કાંકરેજને બનાસકાંઠામાં જ રહેવા દેવું જોઈએ, કારણકે થરાદ જવું અહીંના લોકો માટે ખુબ જ અગવડતા ભર્યું છે. જેથી અમને બનાસકાંઠામાં જ રહેવા દેવામાં આવે નહીં તો અમે ઉગ્ર આંદોલન કરીશું.

  • Follow us on: