• 52 ટકા લોકોના હૃદયના હુમલાને કારણે મોતઃ તબીબ
  • 30 ટકા દર્દીઓમાં હાઇપર ટેન્શન ના કારણે હાર્ટ એટેક આવે છે
  • 15-20 વર્ષે સ્કૂલમાં કે રમતા રમતા મોત હાર્ટએટેક નથી હોતા

રાજ્યમાં સતત હાર્ટ એટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે યંગ લોકોમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. આ અંગે રાજ્યમાં વિવિધ ડૉક્ટરો દ્વારા રિસર્ચ કરવામાં આવી રહ્યા છે. જેમાં નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આ માટે હાર્ટ એટેક મુદ્દે યુ.એન મહેતાના ડોક્ટર્સે જણાવ્યું કે, 52 ટકા લોકોના હૃદયના હુમલાને કારણે મોત થઈ રહ્યા છે.

હાર્ટ એટેકના અંગે ડૉક્ટરોની ટીમે જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિને તકલીફ થાય તો તાત્કાલિક તબીબની સલાહ લેવી જોઈએ. છાતીમાં જો ડાબી બાજુ દુઃખાવો થાય તો છાતી પર કોઇ એ પથ્થર મૂક્યો હોય તેવું લાગે ત્યારે ડાબા પડખે દુ:ખે તો તે હાર્ટ એટેક હોય શકે છે. જેના અંગે લોકોએ સમજવું જોઇએ અને તેના માટે કાળજી રાખવી જોઇએ.

[[$googlead]]

તેમજ યુએન મહેતાના ડૉક્ટરોએ જણાવ્યું કે, હૃદયની માંસપેશીઓને લોહી ન મળે તો હાર્ટએટેક આવે છે. તેમજ હૃદયને ઓક્સિજન ન પહોંચવાનું કારણ પણ હોઈ શકે છે. હાર્ટ રેટમાં સામાન્ય વધારાની પણ થઈ શકે અસર જેના અંગે પણ લોકોએ ધ્યાન રાખવું જોઇએ.

[[$alsoread]]

છેલ્લા 5 વર્ષના ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું

જ્યારે ડૉકટરોની ટીમે પોતાના રિસર્ચ અંગે જણાવ્યું કે, 2018 પછીના હાર્ટ એટેકના ડેટા અમારી પાસે છે. 40 વર્ષ થી ઓછી વયના દર્દીઓનો અમે સર્વે કર્યો છે. જેમાં 2020 માં 8 થી 11 ટકા દર્દીઓ હતા જેમને હાર્ટ એટેક આવ્યો હતો. કોરોના પછી હાર્ટ એટેકમાં વધારો જોવા મળ્યો નથી. પહેલાં 11 ટકા હાર્ટ એટેક આવતા હતા તે વધીને હવે 12 ટકા થયો છે. જે સામાન્ય ગણી શકાય છે.

શું કાળજી રાખવી જોઇએ

આ ઉપરાંત લોકોએ હાર્ટને સુરક્ષિત રાખવા માટેની ડૉક્ટરોએ સલાહ આપી કે, દરેક વ્યક્તિએ દિવસમાં 11 કિમી ચાલવું જોઈએ તેમજ એક્ટિવ લાઇફ રાખવી ખાસ જરૂર છે. જેની સાથે જ તાજેતરમાં વિદ્યાર્થીઓમાં હાર્ટ એટેક વધવાનું મુખ્ય કારણ તણાવ જ છે. તેમજ જંક ફૂડ પણ તેમાં એક કારણ હોય શકે છે.

લોકોને સુરક્ષિત રાખવા માટે ડૉક્ટરે સલાહ આપી કે, કોઇ દુખાવો થતો ન હોય અને કામ કરતા થાકી જઈએ અથવા ચાલતી વખતે થાક લાગે તો સમજવું આ હાર્ટ એટેકના લક્ષણો છે. પરિવારના પુર્વજનો ને પણ હાર્ટ એટેક આવેલો હોય તો તે લોહીમાં આ રોગ એન્ટર થઈ જાય છે. 

નાના બાળકોના મોત હાર્ટ એટેકથી નથી થતાં !

નાના બાળકોના હાર્ટએટેકને લઈ ડૉ.મિલન ચગે નિવેદન આપ્યું કે,  15-20 વર્ષે સ્કૂલમાં કે રમતા રમતા મોત હાર્ટએટેક નથી હોતા જેના માટે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ કરીએ તો ખબર પડે. કોરોનાના કારણે હાર્ટની બીમારી વધી તે વાત ખોટી છે. જેના માટે વેક્સિન કે કોરાના જવાબદાર નથી.  વિશ્વમાં ભારત હૃદય રોગની રાજધાની કહેવાય છે. અન્ય દેશો કરતા ભારતમાં હૃદય રોગનું પ્રમાણ 20 ટકા વધુ છે. 


  • Follow us on: