- કોરોના બાદ બદલાયેલા ટ્રેન્ડમાં આ વર્ષે 15 ટકા ડૉકટર્સનું ફરવા જવાનું આયોજન
- ફરવાના સ્થળે જવા કેટલાક તબીબો ત્રણ દિવસમાં શહેર છોડી દેશે
- ડિસેમ્બરમાં યોજાતી કૉન્ફરન્સમાં ભાગ લેવા સાથે સહેલગાહનો પણ આનંદ
કોરોનાની મહામારી બાદ ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. આ પરિવર્તનો પૈકીમાં હવે ડૉકટર્સમાં દિવાળીના બદલે ક્રિસમસમાં ફરવા જવાનો ટ્રેન્ડ વધ્યો છે. આ બદલાયેલા ટ્રેન્ડ માટે જવાબદાર અન્ય કારણો પણ છે. આ નવા ટ્રેન્ડમાં વર્ષ 2022ના ડિસેમ્બરમાં સહેલગાહે જવામાં એક અંદાજ મુજબ 15 ટકા તબીબોનો સમાવેશ થાય છે.
સામાન્ય રીતે અગાઉના વર્ષોમાં ડૉકટર્સ દિવાળીમાં ફરવા જતા હતા. ત્યારે દર્દીઓને તકલીફના પડે તે માટે જુનિયર કે અન્ય નરશિંગ હોમ કે હોસ્પિટલના તબીબ મિત્રનો સહકાર લેતા હતા. જયારે ઇન્ડિયન મેડિકલ એસોશીયેશન દ્વારા દિવાળીના તહેવારમાં કયા તબીબો કઇ બ્રાન્ચના હાજર છે. તેના નામ સરનામા વાળુ લીસ્ટ પણ જાહેર કરવામાં આવતુ હતુ. દિવાળીમાં શહેરના ડૉકટર્સ સહેલાહે ગયા તેવા ખબરો સામે લોકોમાં કોઇ જાતની ચિંતા ના ફેલાય તે માટે સરકારી હોસ્પિટલ્સ દ્વારા પણ જાહેરાત કરવામાં આવતી હતી કે સરકારી હોસ્પિટલ 365 દિવસ અને 24 કલાક ચાલુ રહેછે. કેટલાક ડૉકટર્સને ફાર્મા કંપનીઓ દ્વારા વર્ષ દરમિયાનની ગીફટ પેટે આ દિવાળીની સહેલગાહ આપવામાં આવતી હોવાની ખબરો પણ પ્રગટ થતી હતી.
કોરોનાની મહામારી ઘણા બધા પરિવર્તનો લાવી છે. જેમાં હવે લોકોમાં સમયનો ઉપયોગ કરી લો કોણ જાણ કયારે શું થઇ જાય ? તેવા વિચારના લીધે ટુરીઝમ વધ્યુ હોવાનુ નિષ્ણાંતો જણાવે છે. જોકે કોરોના બાદ ડૉકટર્સમાં પણ દિવાળીના બદલે ક્રિસમસના વેકેશનમા સહેલગાહે જતા થયા છે. જેમાં આ વર્ષે વધારો નોંધાયો છે. શહેરના લગભગ 15 ટકા ડૉકટર્સ ક્રિસમસમાં સહેલગાહ જવાનું આયોજન કરી દીધુ છે. જે પૈકીના તબીબો હવે શહેર છોડીને નીકળી પણ ગયા છે અને તેમના નિર્ધારીત સ્થળે પહોંચવાની તૈયારીમાં છે. જયારે કેટલાક વધુમાં વધુ ત્રણ દિવસમાં શહેર છોડીને ફરવાના સ્થળે જવા નીકળી જનાર હોવાનું જાણવા મળ્યુ છે.
ડિસેમ્બરમાં ફરવા જવાના ડૉકટર્સ માટે વધેલા ટ્રેન્ડના અન્ય કારણો પણ છે. જેવા કે ડિસેમ્બરમાં ડૉકટર્સની વિવિધ કોન્ફરન્સનું મોટા પ્રમાણમાં આયોજન થાય છે. તેથી તેમા ભાગ લેવાથી તેઓ તેમના વિષયમાં અપડેટ રહે છે. નવી શોધ અને બદલાયેલી સારવાર પધ્ધતિ વિશે પણ તેમને નિષ્ણાંતો પાસેથી જાણવા મળે છે. કોન્ફરન્સના સ્થળ અને તેની આસપાસ ફરવાનો પણ ડૉકટર્સ લાભ લઇ લે છે. આ ઉપરાંત ભણતા બાળકોને પણ રજા હોય છે. આથી ફેમીલી સાથે રહેવા પણ મળે છે. ફરવા અને જ્ઞાનમાં વધારો પણ થાય છે.
શિયાળામાં ખાસ કરીને રોગચાળાનું પ્રમાણ ખૂબજ ઓછું હોય છે
શિયાળામાં લોકોની રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય છે. આ સમય ગાળા દરમિયાન રોગચાળો ભાગ્યેજ ફાટી નીકળે છે. ઝાડા ઉલટી ટાઇફોઇડ સહિતના રોગનું પ્રમાણ પણ નીચુ રહે છે. જયારે સિઝનલ વાઇરલના દર્દીઓ આ સમયગાળામા જોવા મળે છે તેઓ ખાસ કરીને ડૉકટર્સ પાસે જવાનું ટાળે છે. અગાઉની દવા લઇને કામ ચલાવી લે છે. શ્વાસના દર્દીઓમા થોડોક વધારો થાય છે.
આરોગ્ય સુવિધાઓ વધવાથી શહેર છોડીને જવામાં ગીલ્ટી ફીલ નથી થતી
શહેરમાં આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા 15000 જેટલા તબીબો છે. જેમાં 3300 ઉપરાંત એલોપેથી ડૉકટર છે. જયારે આયુર્વેદ હોમિયોપેથ ફિઝીયોથેરાપી સહિતના 15000 જેટલા તબીબો છે. શહેરમાં કોર્પોરેટ, ટ્રસ્ટ અને ખાનગી હોસ્પિટલ અને નરશિંગ હોમ 500 ઉપરાંત છે. જેમા સરકારી હોસ્પિટલનો પણ સમાવેશ થઇ જાય છે. આ સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી હવે ડૉકટર્સ ફરવા જાય ત્યારે ગીલટી ફીલ થતી નથી. દર્દીઓને સારવાર શહેરમાંજ મળી રહે છે. બધાજ કાંઇ ફરવા જતા નથી ક્રિસમસ દરમિયાન ઓછી ભીડ અને વધુ મોંઘુ પણ નથી હોતું
દિવાળીના તહેવાર દરમિયાન સહેલગાહ સહિતના સ્થળોએ લોકોનો ધસારો ખુબ હોય છે. જયારે ક્રિસમસના તહેવારમાં આંગણીના વેઠે ગણાય તે સ્થળેજ ગીર્દી હોય છે. બાકી લોકોની સંખ્યા પણ ઓછી હોય છે. જેના લીધે રહેવા સહિતનુ મોંધુ પણ હોતુ નહી હોવાનુ સહેલગાહે જતા તબીબે જણાવ્યુ હતુ.