• IT એન્જિનિયરને સ્પાના નામે બોલાવી રૂપિયા પડાવ્યા
  • IT એન્જિનિયર પાસે 10 લાખ રૂપિયા પડાવ્યા હતા
  • 4 પુરૂષ અને 3 મહિલાઓએ ફસાવ્યો હતો હનીટ્રેપમાં

સુરત શહેરમાં હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં IT એન્જિનિયરને સ્પાના નામે બોલાવી રૂપિયા પડાવ્યા હતા. તેમાં IT એન્જિનિયર પાસે 10 લાખ રૂપિયા પડાવ્યા છે. જેમાં 4 પુરૂષ અને 3 મહિલાઓએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો.

રૂપિયા અમેરિકાના ખાતામાંથી રૂપિયા ટ્રાંસફર કરાવ્યા

[[$googlead]]

આ ગેંગ અગાઉ અનેક લોકોને ફસાવી ચુકી છે. જેમાં અલથાણ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. શહેરમાં હનીટ્રેપના કિસ્સાઓ વધી રહ્યાં છે. તેમાં એન્જિનિયરને સ્પા કરવાના નામે બોલાવી રૂપિયા પડાવ્યા હતા. તેમાં આઇટી એન્જિનિયરને ચાર પુરૂષ અને ત્રણ મહિલાએ હનીટ્રેપમાં ફસાવી 10 લાખ રૂપિયા પડાવ્યા હતા. તેમજ રૂપિયા અમેરિકાના ખાતામાંથી રૂપિયા ટ્રાંસફર કરાવ્યા હતા.

[[$alsoread]]

અગાઉ પણ હનીટ્રેપની ઘટના બની હતી

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા અને કાપડ વ્યવસાય કરતા વેપારીને પહેલા મોબાઈલ ઉપર એક છોકરીનો ફોટો આવ્યો હતો. સામેથી મેસેજ આવ્યો હતો કે, નવી છોકરી છે. જ્યારે વેપારી ચક્કરમાં ફસાઈ નાનપુરા સ્થિત ફ્લેટમાં ગયો હતો અને તે સમયે કેટલાક લોકો આવી ગયા હતા અને આ વેપારીને ટ્રેપમાં ફસાવ્યો હતો. સાથે જ 50 લાખ રૂપિયાનો તોડ કરી દીધો હતો. જોકે, આરોપીઓને સરળતાથી પૈસા મળી જતા આરોપીઓ દ્વારા આ વેપારીને સતત ધમકાવવાનું શરૂ રાખ્યું હતું અને વધુ 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને આ પૈસા માટે બીજા કોઈ નહીં પણ સુરતના હટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અભિષેક પરમાર તરીકેની ઓળખ આપી હતી. અને નકલી પોલીસ બની હનીટ્રેપ કરતા હતા. જેમાં પોલીસે સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો. 

  • Follow us on: