• બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયાનો પોલીસનો દાવો
  • મોત બાદ પશુઓ તાણીને લઇ ખાઈ ગયાની આશંકા
  • પુરાવાઓ મળશે તો હત્યાનો ગુન્હો નોંધાશે: પોલીસ

ભાવનગરના તળાજામાં બાળકના ટુકડા મળ્યા હતા. જેમાં મેલિવિદ્યા માટે બલી ચઢાવવા અપહરણ કરાયાની આશંકા કરવામાં આવી રહી છે. અપહરણ બાદ ટુકડા કરી ફેંકાયા હોવાની લોકચર્ચા છે. બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયાનો પોલીસનો દાવો છે. તથા મોત બાદ પશુઓ તાણીને લઇ ખાઈ ગયાનો પોલીસનો દાવો પણ છે.

હાલ હત્યાના પુરાવા કે કોઈ જ કડી મળી નથી

[[$googlead]]

ઉલ્લેખનીય છે કે પોલીસે જાણકારી આપતા કહ્યું છે કે પુરાવાઓ મળશે તો હત્યાનો ગુનો નોંધાશે. હાલ હત્યાના પુરાવા કે કોઈ જ કડી મળી નથી. બાળકના અવશેષોને ફોરેન્સિક લેબમાં મોકલાયા છે. તેમજ FSLના અધિકારીએ ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે.

[[$alsoread]]

ભાવનગરના તળાજામાં જધન્ય કૃત્ય સામે આવ્યું

ભાવનગરના તળાજામાં જધન્ય કૃત્ય સામે આવ્યું છે. જેમાં અપહરણ કરાયેલા બાળકના ટુકડા કરી ફેંક્યા છે. 5 વર્ષના બાળકના ટુકડા કરી તળાવમાં ફેંક્યા છે. બાળકના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. સ્કૂલે જતા રસ્તામાં ભાઈ અને બહેનથી છૂટો પડ્યો હતો. ત્યારે પિતાને તળાવ નજીકથી બાળકનું દફતર મળ્યું હતું.

રસ્તામાં ભાઈ અને બહેનથી બાળક છૂટો પડ્યો

તળાજાના અલંગ પોલીસ મથકે બાળકના અપહરણની ફરિયાદ નોંધાયેલ છે. તેમાં પાંચ વર્ષના બાળકના મૃતદેહના કટકા કરી ફેંકી દેવામાં આવ્યું છે. શોધખોળ બાદ માથું અને હાથ મળ્યા છે. જેમાં સ્થળ પર લોકોના ટોળા ભેગા થયા છે. જેમાં પાંચ વર્ષના બાળકના કટકા કરીને ફેંકી દેવામાં આવ્યું છે. મૃતક બાળકનું નામ જય મકવાણા છે. સાત વર્ષના મોટાભાઈ અને નવ વર્ષની બહેન સાથે સ્કૂલે જતો હતો. જેમાં રસ્તામાં ભાઈ અને બહેનથી બાળક છૂટો પડ્યો હતો. બાળકના પિતાને તળાવ નજીકથી બાળકનું દફતર મળ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.


  • Follow us on: