• મધ્યમ કક્ષાના 4 ડેમ સંપૂર્ણ ભરાયા છે
  • કંકાવટી ડેમ, ગજણસર ડેમ ઓવરફ્લો થયા
  • મધ્યમ કક્ષાના અન્ય 3 ડેમ 90 ટકા ભરાયા

કચ્છ જિલ્લા માટે મોટા રાહતના સમાચાર છે. જેમાં ભારે વરસાદથી જિલ્લાના ડેમોમાં પાણીની આવક થઇ છે. ચોમાસાના પ્રારંભે જ ડેમ ઓવરફ્લો થયા છે. મધ્યમ કક્ષાના 4 ડેમ સંપૂર્ણ ભરાયા છે. કંકાવટી ડેમ, ગજણસર ડેમ ઓવરફ્લો થયા છે.

કારાધોધા ડેમ અને ડોણ ડેમ ઓવરફ્લો થયા

[[$googlead]]

કારાધોધા ડેમ અને ડોણ ડેમ ઓવરફ્લો થયા છે. મધ્યમ કક્ષાના અન્ય 3 ડેમ 90 ટકા ભરાયા છે. કચ્છ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે મોટા ભાગના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ચોમાસાના પ્રારંભ સાથે જ મધ્યમ કક્ષાના ચાર ડેમ ઓવરફ્લો થયા છે. જ્યારે હજુપણ ત્રણ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. કચ્છ જિલ્લામાં મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જેના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે.

[[$alsoread]]

જિલ્લામાં પડેલા સારા વરસાદના કારણે ચાર ડેમ ઓવરફ્લો થયા

જિલ્લામાં પડેલા સારા વરસાદના કારણે ચાર ડેમ ઓવરફ્લો થયા છે. જ્યારે અન્ય ડેમોમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. અબડાસાનો કંકાવટી ડેમ, લખપત તાલુકાનો ગજણસર ડેમ, મુંદ્રા તાલુકાનો કારાધોધા ડેમ અને માંડવી તાલુકાનો ડોણ ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે ભુજનો કાસવતી ડેમ, મુંદ્રાનો ગજોડ અને અબડાસાનો બેરાચીયા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.

કચ્છના ડેમોમાં 51 ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો

કચ્છમાં અગાઉ બીપોરજોય વાવાજોડા અને ત્યારબાદ પડેલા ભારે વરસાદના કારણે ડેમોમાં નવા નીરની આવક થઈ છે. જિલ્લામાં મધ્યમ કક્ષાના 20 ડેમો આવેલા છે જેમાંથી હાલમાં ચાર ડેમ ઓવરફ્લો થયા છે. ચોમાસાની શરૂઆત સાથે કચ્છના ડેમોમાં 51 ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો છે.

  • Follow us on: