ગુજરાતમાં ચોરી અને લૂંટના બનાવો ખૂબ જ વધી ગયા છે. ચોરોને જાણે પોલીસનો ડર ન રહ્યો હોય તેમ તેઓ ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોય છે. જેના લીધે લોકો ડરના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ચોરો અલગ મડેસ ઓપરેન્ડીથી ચોરી કરતા હોય છે. જેથી તેમને પકડવા માટે પોલીસને ખાસ્સો સમય વીતી જતો હોય છે. ત્યારે આણંદના ખંભાતમાંથી ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં ધોળા દિવસે ચોરે ખંભાત સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.


[[$googlead]]

ખંભાતમાં ચોરીનો બનાવ

[[$alsoread]]

મળતી માહિતી મુજબ ખંભાતના એક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચોરીની ઘટના સામે આવી હતી.એક અજાણ્યો ચોર 13 એપ્રિલના રોજ બપોરના 1 કલાકે હોસ્પિટલના વોર્ડમાં આવીને રુ. 3 લાખ 65 હજારના ઓક્સિજન સપ્લાયની કોપરની પાઇપો અને વસ્તુઓની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

પોલીસે તપાસ હાથ ધરી

ધોળા દિવસે હોસ્પિટલમાં થયેલી ચોરીને પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસીને ચોરીનો ગુનો નોંધ્યો હતો. તેમજ ચોરને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં ડોગ સ્ક્વોર્ડ,એફ.એસ.એલ સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી.ચોરો મોટા ભાગે રાત્રિના સમયે ચોરી કરતા હોય છે. ત્યારે હવે ચોરોની હિમત પણ વધી હોય તેમ જણાઈ રહ્યું છે. જે પોલીસ માટે પડકાર સમાન છે.


  • Follow us on: