સુરતમાં ઘણીવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. અજાણ્યા ચોરો રાતના સમયે આવીને હાથ ફેરો કરીને જતા રહે. તેવી ઘટનાઓ બનતી હોય છે.તો પોલીસ તેમને ઝડપી લઈને યોગ્ય કાર્યવાહી કરતી હોય છે. ત્યારે સુરતના સારોલીમાં R.R.T.M માર્કેટમાં ચોરીની ઘટના બની હતી. ચોરોએ માર્કેટમાં સાડીના પાર્સલ ભરેલા ટેમ્પોની ચોરી કરીને નાસી ગયા હતા. જેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધી લેવામાં આવી છે.

સુરતમાં ચોરીની ઘટના
પ્રાપ્ત માહિતી મુજબ સુરતના સારોલી વિસ્તારની R.R.T.M માર્કેટમાં ચોરીની ઘટના સામે આવી હતી.જેના લીધે ચકચાર મચી જવા પામી હતી. સુરતના R.R.T.M માર્કેટમાં રાત્રિના 12:00 કલાકના રોજ સાડીના પાર્સલ ટેમ્પોમાં ભરવામાં આવ્યા હતા. જે દરમિયાન ચોરોએ ટેમ્પોની રેકી કરી હતી. ક્યારે ચોરી કરી શકાશે. તે મોકો જોઈને 12:30 કલાકે ટેમ્પોની ચોરી કરી હતી.જે દરમિયાન સિક્યોરિટી ગાર્ડે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચોરો સ્પીડમાં ટેમ્પો હંકારી ગયા હતા.

પોલીસે તપાસ શરુ કરી
સાડીના પાર્સલ ભરેલા ટેમ્પોને ચોરો હંકારી ગયા હોવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સિક્યોરિટી ગાર્ડની સામે જ ચોર ટેમ્પો લઈને રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર ઘટના અંગે ટેમ્પો માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેના આધારે પોલીસે ચોરોને ઝડપી લેવા માટે વધુની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ચોરોની વધતી હિંમત વધતી જોતા પોલીસને પડકારી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે.

  • Follow us on: