• દિવાળી પહેલા મિલાવટની મોસમ

  • નકલી ઘીનો જથ્થો ઝડપાતા ચકચાર
  • પોલીસે જથ્થો સીઝ કરીને તપાસ હાથ ધરી

ગુજરાતમાં હાલ દિવાળી પહેલા જ જાણે કે દિવાળીની મોસમ જામી ગઈ છે. લોકો ખરીદી માટે બહાર નીકળ્યા છે. વિવિધ માલની નવી માગ નીકળી છે. બજારો ખરીદદારોથી ઉભરાઈ રહ્યા છે. ઘરવખરી, ઈલેક્ટ્રોનિક, સોનાચાંદીની સાથે જ ફરસાણના વેપારીઓને પણ સારી ઘરાકી છે. જો કે આ ઘરાકી ગ્રાહકોને ઘણી ભારે પડી શકે છે.

હકીકતે હાલના દિવસોમાં ગુજરાતમાંથી ઠેર ઠેર નકલી અને મિલાવટી માલસામાનના જાણે કે હાટડા મંડાયા હોય તેમ ખૂણે ખૂણેથી આવા માલસામાનને કબજે મેળવાયા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના હાલમાં ખેડાથી સામે આવી છે. અહીં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હોવાની જાણકારી સામે આવી છે. આ મામલે જો કે ખેડાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઊંઘતું ઝડપાયું છે અને પોલીસે દરોડા પાડીને આ જથ્થો કબજે કરી લીધો છે.

[[$googlead]]

હાલના દિવસોમાં ગુજરાતમાં ઠેર ઠેરથી નકલી અને ભેળસેળવાળી મિલાવટી ખાણી પીણીની ચીજો મળી હોવાના ઘણાં સમાચાર સામે આવ્યા છે. નકલી ઘી, નકલી તેલ, નકલી મલાઈ, નકલી બટર જેવી અનેક ચીજો ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. ખેડા જિલ્લાના મહેમદાવાદની વરસોલા GIDC માં આ વખતે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે આ ઘીમાં પામોલિન તેલમાં કેમિકલનું મિશ્રણ કરીને ઘી બનાવતા હોવાની પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડવાની કાર્યવાહી કરી હતી જેમાં આ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હતો.

[[$alsoread]]

મહત્વનું છે કે આ વખતે પણ ખેડા જિલ્લાનું આરોગ્ય તંત્ર ઊંઘતું ઝડપાયું છે અને બાજી પોલીસ મારી ગઈ છે. આરોગ્ય વિભાગની ટીમો સૂતી જ રહી ગઈ છે. આ ઘટનામાં એવું સામે આવ્યું હતું કે બાલાજી ગાયના ઘી એવા નામ હેઠળ આ કંપની ઘી બનાવી રહી હતી, જે કંપનીમાં હાલ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર કંપનીના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે અને કાયદાકીય રાહે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


  • Follow us on: