• રાજકોટના માલિયાસણમાં બરફની ચાદર છવાઈ
  • માલિયાસણમાં શિમલા, મનાલી જેવા દ્રશ્યો
  • સ્થાનિકો, આસપાસના લોકો પહોંચ્યા બ્રિજ ઉપર
કારતક મહિનામાં જાણે સમગ્ર રાજ્યમાં અષાઢ મહિના જેવી સ્થિતિ બની છે. રાજ્યમાં ઠેર ઠેર ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેમાં કેટલાંક વિસ્તારોમાં બરફના કરા પડ્યા છે. જેના કારણે જાણે રસ્તા પર શિમલા મનાલી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેની મજા માણવા માટે મોટી સંખ્યામાં લોકો બ્રિજ પર પહોંચ્યા છે. 


સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વચ્ચે કરા પડ્યા છે. ત્યારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા માલિયાસણ ઓવરબ્રિજ પર બરફની ચાદર પથરાઈ ગઈ હતી. મોટી સંખ્યામાં કરા પડતા સિમલા-મનાલી જેવું વાતાવરણ લોકોએ અનુભવ્યું હતું. તેમજ લોકો ગાડી ઊભી રાખીને ફોટો પડવાતા નજરે પડ્યા હતા.
રાજકોટના માલિયાસણમાં છવાઇ બરફની ચાદર, ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. જેમાં વરસાદને કારણે શિમલા-મનાલી જેવા દ્રશ્યો આવ્યા જોવા મળ્યા છે. રસ્તા પર કરાની ચાદર છવાઇ ગઇ છે, સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ભરશિયાળે પળેલા આ માવઠાનો લોકો આનંદ માણી રહ્યા છે.


ભારે વરસાદના કારણે કરા પડ્યા છે. જેમાં કુવાડવા રોડના માલિયાસણ નજીક રસ્તા ઉપર બરફ પથરાયેલો જોવા મળ્ય છે. બરફથી રસ્તો ઢંકાઇ જતા લોકો રસ્તા પર ઊતરી મનાલી જેવો માહોલ માણી રહ્યા છે. લોકો બરફથી રસ્તા પર મોજમસ્તી કરતા જોવા મળ્યા હતા.

રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વચ્ચે કરા પણ પડ્યા છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. જેમાં ગોંડલ, શાપર અને વેરાવળ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ભારે વરસાદ સાથે અમુક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે.
  • Follow us on: