14મી મેથી વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ ડેઈલી ટ્રેનમાં કાયમી ધોરણે ત્રણ વધારાના કોચ લગાવવામાં આવશે,મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ અને ગાંધીનગર કેપિટલ વચ્ચે ચાલતી વેરાવળ સુપરફાસ્ટ દૈનિક ટ્રેનમાં ત્રણ વધારાના કોચ કાયમી ધોરણે લગાવવાનો નિર્ણય લીધો છે.


જનરલના 3 કોચ અને એસએલઆરડીના 2 કોચની ટ્રેન ચાલી રહી છે

01-ટ્રેન નંબર 22958 વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ ડેઇલી હાલમાં 01.03.2025 થી કુલ 18 કોચ સાથે ચાલી રહી છે જેમાં સેકન્ડ એસીનો કોચ, થર્ડ એસીના 4 કોચ, સ્લીપરના 8 કોચ, જનરલના 3 કોચ અને એસએલઆરડીના 2 કોચની ટ્રેન ચાલી રહી છે.

02-14.05.2025 થી ત્રણ વધારાના કોચ (01 સેકન્ડ એસી, 01 થર્ડ એસી અને 01 જનરલ કોચ) લગાવ્યા બાદ, ઉપરોક્ત ટ્રેન વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ ડેઇલી (22958)માં કુલ 21 કોચ હશે જેમાં સેકંડ એસીના 02 કોચ, થર્ડ એસીના 5 કોચ, સ્લીપરના 8 કોચ, જનરલ ના 4 કોચ અને એસએલઆરડીના 2 કોચનો સમાવેશ થશે.

03-ટ્રેન નંબર 22957 ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ ડેઇલી હાલમાં, 01.03.2025 થી સેકન્ડ એસીનો 01 કોચ, થર્ડ એસીના 4 કોચ, સ્લીપરના 8 કોચ, જનરલના 3 કોચ અને એસએલઆરડીના 2 કોચ સહિત કુલ 18 કોચ ની ટ્રેન ચાલી રહી છે.

04-15.05.2025 થી ત્રણ વધારાના કોચ (01 સેકન્ડ એસી, 01 થર્ડ એસી અને 01 જનરલ કોચ) લગાવ્યા પછી, ઉપરોક્ત ટ્રેન ગાંધીનગર કેપિટલ - વેરાવળ સુપરફાસ્ટ ડેઇલી (22957) માં કુલ 21 કોચ હશે જેમાં સેકંડ એસીના 02 કોચ, થર્ડ એસીના 5 કોચ, સ્લીપરના 8 કોચ, જનરલ ના 4 કોચ અને એસએલઆરડીના 2 કોચનો સમાવેશ થશે.

05-ઉપરોક્ત ઉલ્લેખિત ટ્રેનોના સમય, સ્ટોપેજ અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


  • Follow us on: