• જૂનાગઢના મેંદરડામાં 3 સિંહોની લટાર
  • સિંહોની લટાર મારતો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ
  • 3 સિંહોની આંબાના બગીચામાં લટાર

જૂનાગઢના મેંદરડામાં ત્રણ સિંહોની આંબાના બગીચામાં લટાર મારતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.વરસાદથી બચવા આશરો શોધવા માટે સિંહ પરિવાર લટાર મારતો જોવા મળ્યો છે.જૂનાગઢમાં હાલ વરસાદી માહોલ છે અને વરસાદથી બચવા સિંહ જંગલ છોડીને ગ્રામ્ય વિસ્તાર તરફ વળ્યા છે.

7 જૂન 2024ના રોજ પણ જૂનાગઢમાં સિંહનો વિડીયો વાયરલ

[[$googlead]]

કોડીનાર જામવાળા રોડ પર રોણાજ ગામ પહેલા સિંહણ તેમજ સિંહબાળ રસ્તો ઓળંગતા હોય તેવો વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યો હતો. વધતી જતી ગરમીને કારણે વન્ય પ્રાણીઓ છાશવારે શહેર વિસ્તારની નજીક પાણી અને ખોરાકની શોધમાં આવી ચડે છે. જેમાં કોડીનાર શહેરની એકદમ નજીક સિંહ પરિવાર દેખા દેતા શેરીજનોમાં ભય ફેલાયો હતો.

[[$alsoread]]

અમરેલીના સોરઠમાં પણ ગામમાં સિંહ પરિવારના આંટા

અમેરલી અને સોરઠનાં ગામડામાં અવાર નવાર સિંહ આવી ચઢે છે. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો હતો. અમરેલી જિલ્લાનાં રામપરા – 2 ગામમાં એક સાથે ત્રણ સિંહ આવી ચઢ્યાં હતાં. ગામની શેરીઓમાં લટાર મારી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો.

અગાઉ 6 કલાકની સખત જહેમત બાદ 2 સિંહ બાળને પાંજરે પૂર્યા હતા

અગાઉ ગીર સોમનાથના કોડીનારમાં આવેલી ખાનગી સિમેન્ટ કંપનીની રેસીડેન્સીયલ કોલોનીમાં વહેલી સવારે સિંહ અને સિંહણે પોતાના ૩ બચ્ચા સાથે ચડી આવ્યા હતા.કોલોનીના સિક્યુરિટી ગાર્ડને આ ઘટના ધ્યાને આવતા તંત્રને જાણ કરતા વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી. 6 કલાકની સખત જહેમત બાદ 2 સિંહ બાળને પાંજરે પૂર્યા હતા. વર્તમાન સમયમાં ઉનાળો તેનું અસલી સ્વરૂપ દર્શાવી રહ્યો છે.ભારે ગરમી અને ઉકળાટથી વન્ય પ્રાણીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

સૌરાષ્ટ્રના સિંહો વિશ્વમાં પ્રખ્યાત

અમરેલી અને ગીર જંગલમાં સિંહનો વસવાટ છે. સિંહ દર્શન માટે દેશ-વિદેશમાંથી લોકો અહીં આવે છે. વર્ષે દહાડે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. બીજી તરફ જંગલ બોર્ડરનાં ગામડાનાં લોકોને કાયમી સિંહ દર્શન થઇ રહ્યાં છે. સિંહ જંગલ છોડીને ગામડા તરફ આવ્યાં છે. આવી ઘટનાનો વારંવાર સામે આવતી હોય છે.


  • Follow us on: