- સુરતમાં અમેરિકાના વિઝાના નામે 10 લાખની ઠગાઈ
- પત્નીના સ્પોન્સર વિઝા લેવાના ચક્કરમાં વેપારી ફસાયો
- વેપારી સાથે ખેડાના કાર્તિક પારેખે કરી ઠગાઈ
સુરતમાં અમેરિકાના વિઝા અપાવવાને લઈ ઠગ કાર્તિક પારેખે 10 લાખ લઈ છેતરપિંડી આચરતા કતારગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે,પત્નીના સ્પોન્સર વિઝા લેવાના ચક્કરમા વેપારી સાથે ખેડાનો કાર્તિક પારેખ ખેલ કરી ગયો હતો પરંતુ ખેલ પોલીસે તેનો પુરો કરી દીધો અને જેલાના સળિયા પાછળ ધકેલ્યો.
પોલીસે હાથધરી વધુ તપાસ
વિઝા આપવાના સમયે જ કાર્તિક પારેખ ગાયબ થઈ ગયો હતો,આરોપીએ ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે રૂપિયા પડાવ્યા હતા,જયારે વિઝા લેવાનો સમય આવ્યો ત્યારે આરોપીએ હાથ અધ્ધર કરી લેતા નિરાશ ફરિયાદીએ પોલીસનો સહારો લઈ ફરિયાદ નોંધાવી હતી,પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે,આરોપીએ અગાઉ કોઈ સાથે છેતરપિંડી કરી છે કે નહી તેને લઈ પણ તપાસ હાથધરી છે.
વિઝાના નામે છેતરપિંડીના વધ્યા બનાવો
વિદેશ જવાનો ક્રેઝ દિવસેને દિવસે વધતો જાય છે,ત્યારે શહેરમાં વિઝા અપાવવાને લઈ અનેક લોકો હાટડી ખોલીને બેસી ગયા છે,ત્યારે લોકો પાસેથી ઉંચુ વળતર લઈ કામ નહી કરી ફરાર થઈ જવાનો ક્રેઝ પણ છે ત્યારે લોકોએ પણ હવે સચેત થવું જરૂરી બન્યું છે,કોઈની પર વિશ્વાસ રાખીને ગમે તેમ વળતર ના કરવું જોઈએ.જો તમે વિશ્વાસ રાખ્યા વિના કોઈને પણ વળતર કરશો તો તમારા રૂપિયા લઈ ઠગો ફરાર થઈ જશે.
સુરતમાં 1 મહિના અગાઉ પણ 25 લાખની થઈ છેતરપિંડી
વિદેશ જવા ઈચ્છુક લોકોને યુકે, કેનેડા સહિત રોમાનિયા દેશના ખોટા વિઝા બનાવી 25 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. વિદેશમાં નોકરી માટે ઈચ્છા ધરાવનાર લોકો પાસેથી એક વિઝાના 10થી 15 લાખ રૂપિયા આરોપીઓ માંગતા હતા. પોરબંદરના 10થી 12 જેટલા કસ્ટમરને કેનેડા અને રોમાનિયા દેશના વિઝા અપાવવાનું કહી તેઓની સાથે આરોપીઓએ છેતરપિંડી કરી હતી.