અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર તાત્કાલિક ટિકિટ મુસાફરોને મળી રહે તે માટે એવીટીએમ મશીન મૂકવામાં આવ્યા છે,કાલુપુર રેલ્વે સ્ટેશન પર મુકાયા ઓટોમેટિક મશીન તો રાજ્યના 5 સ્ટેશન પર કુલ ATVM મશીન મૂકવામાં આવ્યા છે,ઓટોમેટિક ટિકિટ વેન્ડિગ મશીન મૂકવામાં આવ્યા છે જેના કારણે મુસાફરોને લાઈનમાં ઉભા રહેવું નહી પડે અને મશીન પરથી સિધી ટિકિટ મળી રહેશે,મુસાફરો રેલવેની આ સુવિધાને વખાણી હતી.


[[$googlead]]

પેસેન્જરોને તાત્કાલિક ટિકિટ સરળતાથી મળી રહેશે

કોઈ પણ તકલીફ વગર મુસાફરોને હવે તાત્કાલિક ટિકિટ મળી રહેશે જે રીતે ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ ખરીદીએ છે તેવી જ રીતે મશીન પાસેથી ટિકિટ મેળવી શકાશે,તો જનરલ,પ્લેટફોર્મ અને સિઝન પાસ માટે લાઈનમાં ઉભા રહ્યા વિના મશીનથી મળી જશે ટિકિટ અને રાજ્યના 5 સ્ટેશન પર કુલ ATVM મશીન મૂકવામાં આવ્યા છે.રેલવે તંત્રએ ડિજીટલ પ્લેટફોર્મ પર વધુ એક નવી સુવિધા કરી ઉપલબ્ધ.

[[$alsoread]]

જાણો કયાં કયાં મૂકાયા મશીન

રેલવેના મુસાફરોને ટીકીટ લાઈનની ઝંઝટમાંથી મુક્તિ મળશે. અમદાવાદ મંડળના વિવિધ રેલવે સ્ટેશનો પર ATVM મશીન મુકાયા છે. અમદાવાદમાં 3, સાબરમતીમાં 2, વિરમગામમાં 1, મહેસાણામાં 1 અને ગાંધીધામમાં 1 રેલવે સ્ટેશનો પર એટીવીએમ મશીન મુકાયા છે. તેમજ મશીન મારફતે લોકો જાતે જ અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરીને યાત્રા કરી શકે છે. તેમજ મશીનમાંથી યાત્રા ટિકિટ, પ્લેટફોર્મ તથા સિઝન ટિકિટ મળી રહેશે. આ સુવિધાથી મુસાફર સરળતાથી અને ઝડપથી પોતાની ટિકિટ મેળવી શકે છે.

  • Follow us on: