- વાહન દલાલે પોતાના જ ઘરની બહાર ઝેરી દવા પી લીધી
- પરિવારને જાણ થતા હોસ્પિટલ ખસેડાયા, ટૂંકી સારવાર બાદ મોત
- આધેડ છેલ્લા 8 વર્ષથી HIV AIDSની બીમારીથી પીડાઈ રહ્યાં હતા
HIV AIDSની બીમારીથી કંટાળી જઈ સુરત શહેરના અમરોલી વિસ્તારના વાહન દલાલે મંગળવારે ઘરની બહાર ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા 45 વર્ષીય આધેડ વાહન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. દરમિયાન મંગળવારે બપોરે તેમણે ઘરની બહાર ઝેરી દવા પી લીધી હતી. જેની જાણ પરિવારના સભ્યોને થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓ મોતને ભેટ્યા હતા.










