ભારત-પાકના સંભવિત યુદ્ધ સમયે નાપાક પાકિસ્તાનની આંતકવાદ હરકતોને સમર્થન આપનાર તુર્કીનો હવે ભારતમાં અલગ અલગ રીતે બહિષ્કાર થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાં પણ પાલનપુર માર્બલ ગ્રેનાઈટ એસો. દ્વારા તુર્કીના ગ્રેનાઈટની ખરીદી અને વેચાણનો બહિષ્કાર કરવા નિર્ણય કરાયો છે. ભારતના દુશ્મની દેશ પાકિસ્તાનના સમર્થનમાં આવેલા તુર્કીને સબક શીખવાડવા પાલનપુરનું માર્બલ અને ગ્રેનાઈટ એસોસિએશન મેદાને આવ્યું છે.


[[$googlead]]

આંતકવાદને વરેલા પાકિસ્તાનને તુર્કીએ ખુલ્લેઆમ સમર્થન આપ્યું

પહલગામના આંતકી હુમલામાં 26 ભારતીય પ્રવાસીઓના જીવ હોમાયા બાદ પાકિસ્તાનની આંતકવાદ હરકત સામે દરેક ભારતીયોમાં રોષ ઉભો થયો હતો અને ભારત સરકાર પાકિસ્તાનની આ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપે તેવી દરેક ભારતીયોમાં માગ ઉઠી હતી. જોકે પાકિસ્તાનની આ નાપાક હરકતનો ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો અને પાકિસ્તાન અને ભારત વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ. જોકે ભારતીય સેનાએ પાકિસ્તાનના અનેક આતંકવાદી અડ્ડાઓનો ખતમો બોલાવી દીધો, પરંતુ આ સંભવિત યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે આંતકવાદને વરેલા પાકિસ્તાનને તુર્કીએ ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. જોકે તુર્કીએ આપેલું આ સમર્થન પાકિસ્તાનને સમર્થન ન હતું, પરંતુ આંતકવાદને સમર્થન હતું.

[[$alsoread]]

તુર્કીયેની કમર તોડવા પાલનપુર માર્બલ એન્ડ ગ્રેનાઈટ એસોસિએશને મહત્વનો નિર્ણય કર્યો

ત્યારે તુર્કીના નિર્ણયને લઈ ભારતમાં માત્ર પાકિસ્તાન જ નહીં, પરંતુ તુર્કી સામે પણ રોષ ભભૂક્યો છે અને હવે આ રોષ ધીમે ધીમે સામે આવી રહ્યો છે. ભારતીયો અલગ અલગ રીતે તુર્કીનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પાલનપુર માર્બલ એન્ડ ગ્રેનાઈટ એસોસિએશનને પણ તુર્કીનો ગ્રેનાઈટ ખરીદી કે વેચાણ પર પ્રતિબંધ ફરમાવી તુર્કીનો બહિષ્કાર કર્યો છે અને તુર્કીની કમર તોડવા નિર્ણય કર્યો છે. મહત્વની વાત છે કે પાલનપુર માર્બલ એન્ડ ગ્રેનાઈટ એસોસિએશને ઉત્તર ગુજરાતનું સૌથી મોટું માર્બલ ગ્રેનાઈટ એસોસિએશન છે. પાલનપુરના માર્બલ ગ્રેનાઈટ એસોસિયેશનમાં તુર્કીના ગ્રેનાઈટનું ચલણ વધુ રહેતું હતું. પરંતુ હવે તુર્કીને ધંધા રોજગાર ક્ષેત્રે નુકસાન પહોંચાડી તેની કમર તોડવા પાલનપુર માર્બલ એન્ડ ગ્રેનાઈટ એસોસિએશને મહત્વનો નિર્ણય કર્યો છે અને તુર્કીનો ગ્રેનાઈટ ખરીદી કે વેચાણ પર પ્રતિબંધ ફરમાવતા ગ્રાહકોને પણ સ્વદેશી માર્બલ ગ્રેનાઈટ ખરીદવા માર્બલ એન્ડ ગ્રેનાઈટ એસોસિએશને આહવાન કર્યું છે.

મહત્વની વાત છે કે તુર્કીનો ગ્રેનાઈટ વિદેશી ગ્રેનાઈટ હોય લોકોમાં આ ગ્રેનાઈટની માગ વધુ રહેતી હતી, જો કે વેપારીઓને પણ આ ગ્રેનાઈટના વેચાણ પર સારો એવો નફો મળતો હતો. પરંતુ દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર આ તુર્કીને પાઠ ભણાવવા પાલનપુરના માર્બલ અને ગ્રેનાઇટ એસોસિએશનને પોતાનો નફો સાઈડે મૂકી દેશના હિતમાં આ નિર્ણય કર્યો છે. ત્યારે માર્બલ એન્ડ ગ્રેનાઈટ એસોસિએશનના નિર્ણયને સૌ કોઈ લોકો વધાવી રહ્યા છે.

  • Follow us on: