• અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 9 જેટલા કુત્રિમ કુંડ બનાવાયા
  • આજે સુરત શહેરમાં 80 હજાર ગણપતિની મૂર્તિ વિસર્જન કરાશે
  • રાજકોટમાં મોટી પ્રતિમાઓનું વિસર્જન આજી ડેમ પાસે બનેલા મોટા કુંડમાં કરવામાં આવશે

આજે ગણેશ વિસર્જનનો પર્વ છે. જેમાં ગણેશજીની 10 દિવસની આરાધના બાદ આજે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત સહિત દેશમાં ઠેર ઠેર ગણેશ વિસર્જન માટે વ્યવસ્થા કરાઈ છે. તેમાં અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 9 જેટલા કુત્રિમ કુંડ બનાવાયા છે. જેમાં શુભ મુહૂર્તમાં વિઘ્નહર્તાનું વિસર્જન કરવામાં આવશે.

શહેરમાં 9 ડીસીપી, 16 એસીપી, 77 પીઆઈ અને 200 પોલીસ કર્મચારીઓ તૈનાત

[[$googlead]]

અમદાવાદ શહેરમાં 9 ડીસીપી, 16 એસીપી, 77 પીઆઈ અને 200 પોલીસ કર્મચારીઓ તૈનાત છે. તથા એસઆરપીની 14 કંપની અને આરએફ 1 કંપની પણ જોડાઇ છે. 5 હજાર હોમગાર્ડ પણ બંદોબસ્તમાં જોડાયા છે. 5 હજાર હોમગાર્ડ પણ બંદોબસ્તમાં છે. જેમાં અમદાવાદમાં રિવરફન્ટ પર 52 કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જન કરવામાં આવશે. તેમજ ઈદ-એ-મિલાદમાં નાના-મોટા 16 જેટલા મોટા જુલુસ નીકળશે. દેશભરમાં ગણેશ વિસર્જન અને ઇદ એ મિલાદ બંને તહેવાર એક જ દિવસ છે ત્યારે બંને ધર્મનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કોમી એખલાસ જળવાઈ તે માટે શહેર પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન ઘડયો છે. જોકે, મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદના બીજા દિવસે જુલૂસ કાઢશે. શહેર પોલીસ ઉપરાંત સુરક્ષા એજન્સીઓ દ્વારા બે દિવસ શહેરના રસ્તાઓ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

[[$alsoread]]

આજે સુરત શહેરમાં 80 હજાર ગણપતિની મૂર્તિ વિસર્જન કરાશે

આજે સુરત શહેરમાં 80 હજાર ગણપતિની મૂર્તિ વિસર્જન કરાશે. સુરક્ષાને લઇ પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ડ્રોનની નજરે નજર રાખવામાં આવી રહી છે. ખાસ ધાભા પર પોલીસ જવાન મૂકી પેટ્રેલિંગ કરવામાં આવ્યું છે. ગણપતિ વિસર્જનમાં નશાની હાલતમાં ધીંગા મસ્તી અથવા છેડતી કરતા લોકો પર પણ ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. તથા વડોદરામાં 10 દિવસના આતિથ્ય માણ્યા બાદ આજે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. નવલખી મેદાન ખાતે કૃત્રિમ તળાવમાં ગણેશ વિસર્જન કરાશે. શહેરમાં 7 સ્થળોએ ગણેશ વિસર્જન થશે. તથા 8 હજારથી વધુ શ્રીજીનું વિસર્જન થશે. તમામ સ્થળોએ પાલીકા દ્વારા વ્યવસ્થા કરાઈ છે.

રાજકોટમાં આજે અનંત ચતુર્થીએ બાપ્પાને ભાવભરી વિદાય આપવામાં આવશે

રાજકોટમાં આજે અનંત ચતુર્થીએ બાપ્પાને ભાવભરી વિદાય આપવામાં આવશે. ગણેશ મહોત્સવમાં 10 દિવસ સુધી ભાવ ભક્તિ સાથે બાપ્પાની ભક્તિ કરવામાં આવી છે. ગણેશ વિસર્જનને લઈને મનપા દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવા આવી છે. મોટી પ્રતિમાઓનું વિસર્જન આજી ડેમ પાસે બનેલા મોટા કુંડમાં કરવામાં આવશે. મનપા દ્વારા વિસર્જન સ્થળે ફાયર સ્ટાફ અને સ્થાનિક પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે. વિસર્જન સમયે દુર્ઘટના ન ઘટે એ માટે તરવૈયા પણ તેનાત કરવામાં આવ્યા છે.


  • Follow us on: