- જાફરાબાદની બજારોમાં ચારે તરફ પાણી પાણી
- જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
- માલપુરના રોડ રસ્તાઓ પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો
અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં જાફરાબાદમાં ધોધમાર વરસાદથી જળબંબાકારના દર્શ્યો સામે આવ્યા છે. જાફરાબાદની બજારોમાં ચારે તરફ પાણી પાણી જોવા મળ્યુ છે. તેમજ જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. તેમજ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે.
જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ જળ બંબાકાર
જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ જળ બંબાકાર થયુ છે. જેમાં જાફરાબાદની બજારોમાં ચારે તરફ પાણી પાણી થયુ છે. 40 મિનિટ કરતા વધુ સમયથી વરસાદ સતત ધોધમાર વરસી રહ્યો છે. તેમાં જાફરાબાદ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે. તેમજ લાંબા વિરામ બાદ દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. અરવલ્લી જિલ્લામાં ચોમાસાના આગમન બાદ માલપુર અને બાયડ પંથકમાં વાવણી લાયક વરસાદ ન થતાં ખેડૂતોના ચિંતા પ્રસરી હતી ત્યારે માલપુર પંથકમાં મેઘરાજા મહેરબાન થતાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા.
માલપુરના રોડ રસ્તાઓ પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો
માલપુરના રોડ રસ્તાઓ પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમજ ખેડૂતોમાં આનંદ છવાયો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા અસહ્ય ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોને હાશકારો થયો હતો. માલપુર પંથકમાં મુશળધાર વરસાદ છતાં માલપુર તંત્ર જાણે અજાણ હોય તેમ જણાઈ આવ્યું હતું. માલપુર પંથકમાં નદી વહીના દ્રશ્યો જોવા મળતા આખરે 11 એમએમ વરસાદ પડ્યો હોવાના તંત્રએ આંકડા જાહેર કર્યા હતા. માલપુર પંથકમાં સોમવારે વહેલી સવારે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખેતરો પાણીથી તરબોળ થતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો. માલપુર નગરમાં રોડ રસ્તાઓ પરથી નદીઓ વહી હતી. વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા ખેડૂતો અને લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા ખેતીપાકને નવજીવન મળતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.









