• ભગવાન દ્વારકાધીશના શિખર પરથી આકાશી ગંગાના નીર વરસ્યા
  • સ્વર્ગ દ્વાર 56 સીડી થઈ ગોમતી નદીમાં વહેતાં થયાં નીર
  • હીલ સ્ટેશનમાં ઝરણાં વહેતાં હોય તેવા દશ્યો સર્જાયા

હાલ સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો માહોલ છે,ત્યારે દેવભુમિદ્રારકામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે,તો ગોમતી ઘાટ પાસે આવેલ સીડીમાં કુદરતી નજારો જોવા મળ્યો છે,વહેલી સવારથી વરસાદના કારણે નીર ગોમતી નદીમાં વહેતા થયા છે.સીડીમાંથી જે રીતે પાણી વહી રહ્યું છે તે જોઈને લાગે છે કે,પહેલા પણ આવો નજારો કયારેય જોવા મળ્યો નથી.

નદી નાળા છલકાયા

[[$googlead]]

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં વરસાદના કારણે ભાળથર અને મોટી ખોખરી ગામની નદીમાં પૂર આવ્યું છે. નદીના પાણી ફરી વળતા ભાડથર અને ભીંડા ગામને જોડતો રસ્તો ધોવાઈ ગયો છે. જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.પાનેલી, ગાંગલી, ચાસલાણા, દેવળિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખંભાળિયા અને સલાયા પંથકમાં વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે. સલાયા અને માંઢા ગામ વચ્ચે આવેલા પુલ પર પાણી ફરી વળ્યા છે.

[[$alsoread]]


સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જ્યાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે. જો કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ વરસશે.


એનડીઆરએફની ટીમ દ્રારકામાં

હાલમાં જૂન-જુલાઈ માસ દરમ્યાન બે મહિના માટે કોઈપણ પ્રકારની દરિયાઈ ફીશીંગ પ્રવૃત્તિઓ બંધ છે. ત્યારે તમામ બોટો કિનારે લાંગરેલી સ્થિતિમાં છે. ભારે વરસાદ અને વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિ જોતાં ઓખામંડળના માછીમારોને કિનારે આવેલી તેમની ફીશીંગ બોટોને પણ સલામત સ્થળે ખસેડવા તંત્રએ સૂચન આપી હતી. જે બાદ તમામ માછીમારી બોટોને સલામત સ્થળે ખસેડવામાં આવી છે. આ સાથે દ્વારકામાં કાંઠાળા વિસ્તારમાં સલામતી હેતુ NDRFની ટીમનું પણ આગમન થઈ ગયું છે. જે આગામી સંભવિત પરિસ્થિતિઓમાં રાઉન્ડ ધ ક્લોક ચુસ્તતાપૂર્વક ફરજ નિભાવશે.


  • Follow us on: