કચ્છ પ્રવાસીઓ માટે હોટ ફેવરીટ ડેસ્ટીનેશન બન્યું છે,દર વર્ષે લાખો સહેલાણીઓ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે.હાલમાં દિવાળીના વેકેશન લઈને કચ્છમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે,કચ્છ નહી દેખાતો કુછ નહી દેખા ગુજરાત ટુરીઝમ વિભાગ જાહેરાત પ્રવાસીઓ ભારે આકર્ષણ ઉભું કર્યું છે.આ વર્ષે દિવાળીના તહેવાર સાથે કચ્છમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.કચ્છના પર્યટક સ્થળો પર પ્રવાસીઓની ભીડ જોવા મળી છે.
ટુરીઝમ ઉધોગ ધમધમતો થયો
કચ્છનો ટુરીઝમ ઉધોગ ફરીવાર ધમધમતો થયો છે.પ્રવાસીઓના કારણે ભુજમાં આવેલી તમામ હોટલ હાઉસફૂલ જોવા મળી રહી છે,દિવાળીના વેકેશન લઈને કચ્છમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે.જેના કારણે હોટલ ઉધોગને પ્રાણવાયુ મળ્યો છે.ભુજમાં આવેલી તમામ હોટલ અને રિસોર્ટ હાઉસફુલ જોવા મળી રહ્યા છે.ભુજ અને તેની આસપાસમાં ૧૦૦થી વધારે હોટલ અને રિસોર્ટ આવેલા છે.હાલમાં પ્રવાસીઓ કારણે મોટા ભાગની હોટલમાં ૧૦૦ ટકા બુકિંગ થયું છે.દિવાળી વેકેશન અને રણોત્સવના કારણે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ કચ્છ ફરવા માટે આવી રહ્યા છે.

પ્રવાસનના વિવિધ પાસાઓને ઉજાગર કરે છે
કચ્છનું સફેદરણ,કાળોડુંગર,માંડવીબીચ, ધોળાવીરા,ભુજમાં આવેલા આયનામહેલ અને પ્રાગમહેલ સહિતના સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર બન્યા છે.કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ પંક્તિને સાર્થક કરતું અને વિશ્વના દરેક પ્રવાસીઓને આકર્ષતું સફેદ રણ હંમેશા ખૂબ જ ચર્ચામાં રહે છે. અહીં દર વર્ષે અલગ અલગ થીમ પર રણોત્સવ યોજાય છે. આ વર્ષે 10 નવેમ્બરથી રણ ઉત્સવ શરૂ થયો હતો, આ વર્ષે રણ ઉત્સવ અને ટેન્ટ સિટીમાં ધોળવીરાનો રંગ આકર્ષણનું નવું કેન્દ્ર બન્યું . વિશ્વ ધરોહર ધોળાવીરાને લોકો જાણે અને સંસ્કૃતિ ને સમજે એ સાથે ધોળાવીરાનો સમાવેશ કરવામાં આવી રહ્યું છે.કચ્છનું સફેદ રણ દેશ-વિદેશમાં પ્રખ્યાત થયું છે. દેશભરમાંથી તેમજ વિદેશથી પણ લોકો ખાસ રણોત્સવ માટે વિશેષ પ્રવાસીઓ કચ્છ આવે છે,રણોત્સવ કચ્છની સંસ્કૃતિ, સભ્યતા, હસ્તકળા અને પ્રવાસનના વિવિધ પાસાઓને ઉજાગર કરે છે.
ફાળવણી ડ્રો કરીને કરાશે
આ ક્રાફ્ટ સ્ટોલ તથા ફૂડ સ્ટોલ બજારમાં રસ ધરાવતા કારીગરોએ ફોર્મ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મિશન મંગલમ શાખા, મુન્દ્રા રોડ, ભુજની કચેરીમાં તા.૨૧/૧૦/૨૦૨૪ થી ૧૧/૧૧/૨૦૨૪ સુધી (જાહેર રજા સિવાય) સુધીમાં રૂબરૂ અથવા રજિસ્ટર એડીથી મોકલી આપવાનું રહેશે. ૧૧/૧૧/૨૦૨૪ બાદ આવેલા અરજી ફોર્મને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તેમજ અરજી ફોર્મ રજૂ કરતી વખતે ફોર્મ દીઠ ડીપોઝીટ પેટે ક્રાફ્ટ માટે રૂ.૧૦૦૦/- નો ડિમાન્ડ ડ્રાફ્ટ તથા ફૂડ સ્ટોલ માટે રૂ.૨૦૦૦/- નો ડિમાન્ડ ડ્રાફ્ટ "Director, DRDA Bhuj (Rannutsav)" નામનો રજૂ કરવાનો રહેશે. તમામ સ્ટોલની ફાળવણી ડ્રો કરીને કરવામાં આવશે.
ડિસેમ્બર મહિનામાં ઉજવાય છે આ ઉત્સવ
આ ઉત્સવ દરમિયાન રણપ્રદેશમાં ઊંટ ઉપર ભ્રમણ, કચ્છની સંસ્કૃતિનું દર્શન કરાવતા ભુંગાઓમાં રાત્રિરોકાણ, કચ્છની સંસ્કૃતિના જનજીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનો, કચ્છના સંગીત, ભરતકામ, માટીકલા, ચિત્રકામના ક્ષેત્રમાં નીવડેલા કલાકરોના કસબનું નિદર્શન, કચ્છની વાનગીઓ વગેરેનો લાભ મેળવી શકાય છે. રણોત્સવની શરુઆત દેસલ્સર સરોવરથી થાય છે જે ડિસેમ્બર મહિનામા યોજાય છે.









