- અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર NOCને લઈ તપાસ
- પણ ફાયર સિસ્ટમ વસાવ્યા બાદ ચલાવશે કોણ તે પ્રશ્ન
- સંદેશ ન્યૂઝની ટીમ સુરતના વેપારીઓનો જાણ્યો મત
રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીના નિયમ પ્રમાણે લોકો ફાયરા સાધનો વસાવી રહ્યા છે,તો વેપારીની સાથે સંદેશ ન્યૂઝે મત જાણ્યો તો વેપારીઓનું કહેવું છે કે,ફાયર સિસ્ટમ ઓપરેટ કરતા કોને આવડે તે મોટો પ્રશ્ન છે,સાથે સાથે ફાયર સિસ્ટમની ટ્રેનિંગના કલાસ શરૂ કરવા જરૂરી છે તેવું વેપારીઓ માની રહ્યાં છે.
સુરત મનપા તંત્ર પણ એક્શન મોડમાં
NOC અને BUC મામલે તંત્ર દ્વારા સીલિંગની કામગીરી હાથ ધરાઈ છે સાથે સાથે વેપારીઓના મનમાં એક પ્રશ્ન પણ ઉભો થયો છે.વેપારીઓનું માનવુ છે કે,ફાયર સિસ્ટમ ઓપરેટ કરતા કોઇને પણ આવડતું હોવું જોઈએ તો એરિયા, ફાયર લોડ અને રિસ્ક એસેસમેન્ટ કીટ હોવી અનિવાર્ય છે સાથે સાથે સિક્યોરિટી એજન્સીઝના ગાર્ડ ફાયર ટ્રેન્ડ હોવા જોઇએ તો સરકારે ફાયર બ્રિગેડ, પ્રાઇવેટ સંસ્થા કે રિટાર્યડ ફાયર ઓફિસર ની મદદ લેવી જોઈએ.
ફાયર ફાઇટિંગ સિસ્ટમની ટ્રેનિંગના કલાસ શરૂ કરવા જરૂરી
નિષ્ણાંતોનું અને કાપડ વેપારીઓનું એક સૂચન છે કે,ફાયર NOC માટે તંત્રના ધખારા વચ્ચે ફાયર સિસ્ટમની ટ્રેનિંગનો ધરાર ઉડાવી દેવાયો છે,ફાયર સિસ્ટમ ઓપરેટ કરતા આવડતું હોય તો આગ સામે રક્ષણ મેળવી શકાશે,માટે ફાયરની ટ્રેનિંગ હોવી જરૂરી બન્યું છે.
એસી ડોરમેટરી સીલ કરાઈ
ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દિનેશ પુરોહિત સુરત શહેરમાં બે હોટલના માલિક છે. સુરત શહેરના ભરચક વિસ્તાર ગણાતા રેલવે સ્ટેશન રોડ પર દિનેશ પુરોહિતની એસી ડોરમેટરી આવેલી છે. આ ડોરમેટરીના ફાયર એનઓસી ન હોવાના કારણે ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવી છે.
બે દિવસમાં જ તાબડતોબ કાર્યવાહી
સુરતમાં અગાઉ તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના બની હતી. ત્યારે રાજકોટમાં પણ ગેમ ઝોનમાં અગ્નિકાંડ થતાં ફરી એક વખત સુરતની ઘટનાની યાદ તાજી થઈ ગઈ છે. આવી ઘટના ફરી ન બને તે માટે શહેરના ફાયર વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં તાબડતોબ કાર્વયાહી કરીને અંદાજે 12 જેટલી હોસ્પિટલોને સીલ કરી છે. આ ઉપરાંત વરાછા સવાણી એસ્ટેટમાં 15થી વધુ થિયેટરને સીલ કરવામાં આવ્યા છે.









