સાયલા - ચોટીલા નેશનલ હાઇવે પર ધોળકા થી મુન્દ્રા જવા નીકળેલ કન્ટેનરમાં ખરાબી થતા રોડ પર બંધ હાલતમાં ઊભું હતું.


ત્યારે જ પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલો અન્ય એક ટ્રક ધડાકાભેર ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અક્સ્માત સર્જનાર ટ્રકનો ચાલક રાજેન્દ્રભાઇ રસિકલાલ રાઠોડ રહે.જામનગર કેબિનમાં ફ્સાઇ જતાં તેને સેવાભાવિ લોકોની મદદથી બહાર કઢાયો હતો. જયારે આગળના ટ્રકના ચાલક નીરજરાય વિરેન્દ્રરાઇ રહે.બિહાર વાળાને પણ ઇજાઓ થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રથમ સાયલા સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેર ખાતેની હોસ્પિટલમાં ખસેડાયા હતા. બંને ટ્રક વચ્ચેના અક્સ્માત બાદ રોડ પર ટ્રાફ્કિ જામના દ્રશ્યો સર્જાયા હતા તેમજ પોલીસ દ્વારા બન્ને ટ્રકને રોડ પરથી હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી.


  • Follow us on: