મુસાફરોની સુવિધા માટે અને સુરત-વડોદરા-અમદાવાદ સેક્શન પર સમયસર ટ્રેન દોડાવવા માટે રેલવે પ્રશાસને સુરત-મહુવા એક્સપ્રેસ ટ્રેન (19255)ને સુરત સ્ટેશનથી 30 મિનિટ વહેલા દોડાવવાનો નિર્ણય લીધો છે. જેના કારણે 20 એપ્રિલથી સુરતથી મહુવા વચ્ચેના તમામ સ્ટેશનો પર સુરત-મહુવા ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય પણ બદલાશે. જો કે મહુવાથી સુરત જતી કોઈપણ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
મહુવાથી સુરત જતી ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
આ અંગે ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 19255 સુરત - મહુવા એક્સપ્રેસ 20મી એપ્રિલથી સુરત સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 22.00 કલાકને બદલે 21.30 કલાકે ઉપડશે અને 10.05 કલાકના બદલે 09.40 કલાકે મહુવા સ્ટેશન પહોંચશે. સુરત-મહુવા ઍક્સપ્રેસ ટ્રેન અંકલેશ્વર ,વડોદરા, અમદાવાદ,વિરમગામ, સુરેન્દ્રનગર ગેટ, લીંબડી, બોટાદ, નિંગાળા, ધોલા, ઢસા, દામનગર,લીલીયા મોટા, સાવરકુંડલા અને રાજુલા જં. ખાતે હોલ્ટ કરે છે.