બનાસકાંઠાના અમીરગઢમાં મોડી રાતથી વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો જેના કારણે વૃક્ષ ધરાશાયી થયા હતા અને હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયા હતા સાથે સાથે ઈકલાબગઢ હાઈવે પર ઠેર ઠેર વૃક્ષ જમીનદોસ્ત થતા વાહન વ્યવહારને પણ અસર થઈ હતી, ભારે પવન ફૂંકાવાને લઈ તોતિંગ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા.

[[$googlead]]

ભારે પવન સાથે વરસાદથી વૃક્ષ અને હોર્ડિંગ્સ ધરાશાયી
બનાસકાંઠામાં ભારે વરસાદથી વૃક્ષ અને હોર્ડિંગ્સ ધરાશાયી થવાની ઘટના બની હતી જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ હતી, વહેલી સવારથી નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા વૃક્ષો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે, અમીરગઢ પંથકમાં ભારે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતા, ભારે પવનના લીધે અમીરગઢ તેમજ ઈકબાલગઢ હાઇવે પર કેટલા વૃક્ષો જમીનદોસ્ત થતા રોડ થયા હતા બ્લોક અને ભારે પવનના લીધે અમીરગઢ પંથકમાં વીજપોલ પણ થયા જમીન દોસ્ત.

બનાસકાંઠામાં ભારે પવન-ગાજવીજ સાથે વરસાદ વરસ્યો
બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જેના કારણે અમીરગઢ, ઈકબાલગઢ પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, પશ્ચિમ રાજસ્થાન અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. એ સિવાય ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 30 મેથી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે. દરિયાકાંઠામાં 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાશે. 
  • Follow us on: