- સંતરામપુર બાયપાસ રોડ પર એસટી બસ,બાઈક અને કાર વચ્ચે અકસ્માત
- ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા
- અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દશ્યો સર્જાયા
સંતરામપુર બાયપાસ રોડ પર આજે ટ્રીપલ અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં એસટીબસ,બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો,અકસ્માત એટલો ગંભીર હતો કે જેમાં દંપતીનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું અને અન્ય ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા.સંતરામપુર પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથધરી છે.
ડ્રાઈવરની હાથધરાઈ પૂછપરછ
અકસ્માતને જોઈ આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ હતો,એસટી બસ અને કાર ધડાકાભેર અથડાયાં હતા,જેમાં બાઈક સવાર દંપતી પણ એજ રોડ પર આવી રહ્યાં હતાં અને તે પણ કાર અને એસટીની વચ્ચે ભટકાતાં ઘટના સ્થળે જ અંતિમશ્વાસ લીધા હતા,કોનો વાંક હતો અને કોના લીધે આ અકસ્માત થયો તેને લઈ પોલીસે આસપાસના લોકોની અને સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે.તો અકસ્માતના લીધે ટ્રાફિક જામના દશ્યો પણ સર્જાયા હતા.પાવાગઢ રૂટની આ એસટી બસ હતી.

પોસ્ટમોર્ટની કાર્યવાહી
પોલીસે દંપતીના મૃતદેહની ઓળખ કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે,સવારે પોસ્ટમોર્ટમ પૂર્ણ કર્યા બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે,તો અન્ય ઈજાગ્રસ્તોના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.તો એસટીના ડ્રાઈવરને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ હાથધરી છે,પોલીસે અટકાયતી પગલા પણ ડ્રાઈવર સામે લીધા છે.