• પરીક્ષાર્થીઓને પરિવહનમાં ભારે પરેશાની
  • મોટા સેન્ટરના બસ સ્ટેશન પર ભારે ભીડ જામી
  • બસ સ્ટેન્ડ પર મોડી રાતથી જ ઉમેદવારો ઉમટી પડ્યા

રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા છે. જ્યાં રાજ્યભરમાં 8 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્રો પર પહોંચી રહ્યા છે. આ માટે અમદાવાદમાં 1.50 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. જેના માટે તંત્રની તમામ તૈયારીઓ છતાં પણ પરીક્ષાર્થીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદમાં પરીક્ષા આપવા દૂર દૂરથી ઉમેદવારો પહોંચ્યા છે. જેના માટે રાણીપ ST બસ સ્ટેન્ડ પર ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ઉપરાંત ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર મોડી રાતથી જ ઉમેદવારો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે.

[[$googlead]]


[[$alsoread]]

ઉમેદવારોના પરીક્ષા કેન્દ્ર બીજા જિલ્લામાં હોવાથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે સરકાર દ્વારા પરિવહનની ઘણી વ્યવસ્થા કરવામાં આવી છે. છતાં પરીક્ષાર્થીઓને પરિવહનમાં ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત, વડોદરામાં બસ સ્ટેન્ડ પર પરીક્ષાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. પરીક્ષા કેન્દ્રો દૂર આવતાં પણ પરીક્ષાર્થીઓને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર ગુજરાત માટે અમદાવાદ અને ગાંધીનગર જેવા મોટા સેન્ટરો પર ભારે ભીડ છે. વડનગર, મેહસાણા, પાલનપુર, ભાવનગરથી ઉમેદવારો પહોંચ્યા છે.


ઉમેદવારોની ભીડ વધતા ST સેવા ખોરવાઇ ગઈ હોવાની પણ વિગતો સામે આવી રહી છે. આજે સવારના 6 વાગ્યાથી ઉમેદવારો બસની રાહ જોઈ રહ્યા છે. જેમાં એસટી વિભાગ દ્વારા એક્સટ્રો બસો દોડાવામાં આવી છતાં પણ પરીક્ષાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

  • Follow us on: