રાજકોટ ભાવનગર હાઈવે પર ટ્રકચાલક બેફામ બન્યો હતો અને આટકોટ પાસે 4 વાહનોને ટ્રકચાલકે અડફેટે લીધા હતા, રોડની સાઈડ પર ઉભેલા વાહનોને ટ્રકે ઉડાવ્યા હતા જેના કારણે કારને નુકસાન થયું હતુ, આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી અને 3 કાર અને બાઈકને ટ્રકચાલકે લીધા અડફેટે.


[[$googlead]]

અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા

ટ્રક એટલી સ્પીડમાં હતો કે રોડની સાઈડ પર ઉભેલી ત્રણથી ચાર કારને ભારે નુકસાન થયું છે અને ઘટનાની જાણ થતાની સાથે જ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા, આ ઘટના મોડી રાત્રે બની હતી જેના કારણે લોકોમાં દોડધામ મચી હતી અને લોકો જીવ બચાવવા કારની બહાર નીકળ્યા હતા તો ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, આ ઘટનામાં કારમાં રહેલ કોઈને જાનહાની થઈ નથી.

[[$alsoread]]

ટ્રકનું સ્ટેયરીંગ લોક થયું હોવાની વાત સામે આવી

ટ્રકનું સ્ટેયરીંગ લોક થઈ ગયું હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી છે, તો પોલીસે પણ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે, કાર ચાલકે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે, આ અકસ્માતમાં ટ્રક ચાલકની પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે.


  • Follow us on: