- કાપોદ્રાથી ચોક બજાર સુધી ટનલ બનતા લાગી શકે સમય
- સુરતમાં 12 હજાર કરોડથી વધુના ખર્ચે મેટ્રો ટ્રેનની કામગીરી
- મેટ્રોની કામગીરીને લઈ રસ્તો બંધ કરી દેતા ટ્રાફિકની સમસ્યા
સુરતમાં મેટ્રો ટ્રેન માટે ટનલની કામગીરી મંથગતિએ ચાલી રહી છે. જેમાં ટનલની કામગીરી મંથગતિએ ચાલતા લોકો પરેશાન છે. 6 માસમાં માત્ર 700 મીટરની ટનલની કામગીરી કરવામાં આવી છે. કાપોદ્રાથી ચોક બજાર સુધી ટનલ બનતા સમય લાગી શકે છે.
12 હજાર કરોડથી વધુના ખર્ચે મેટ્રો ટ્રેનની કામગીરી શરૂ કરવામાં આવી
સુરતમાં 12 હજાર કરોડથી વધુના ખર્ચે મેટ્રો ટ્રેનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં મેટ્રોની કામગીરીને લઈ રસ્તો બંધ કરી દેતા ટ્રાફિકની સમસ્યા થઇ રહી છે. શહેરમાં રફ્તારથી દોડનારી મેટ્રો માટે ટનલની કામગીરી મંથરગતિએ ચાલતા લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. જમીન નીચે મેટ્રો ટનલ બનાવવા 6 માસમાં માત્ર 700 મીટરની જ કામગીરી થઈ છે. કાપોદ્રાથી ચોક બજાર સુધી ટનલ બનતા હજી ત્રણથી ચાર વર્ષ નીકળી શકે છે. જ્યાં જ્યાં મેટ્રોનું કામ ચાલી રહ્યુ છે ત્યાં બેરીકેટ મારી રસ્તાઓ બંધ કરી દેતા લોકો ટ્રાફિકની સમસ્યાથી હેરાન પરેશાન થઈ ગયા છે.









