અમદાવાદના ઘોડાસર બ્રિજ પર અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે જેમાં AMTSના બે ફોરમેનના કચડાતા મોત થયું હોવાની માહિતી સામે આવી છે જેમાં ઓવરબ્રિજ પર બે ફોરમેન બસ રિપેર કરતા તે સમયે પાછળથી ટ્રકે ટક્કર મારતા બે ફોરમેનના ઘટના સ્થળે જ મોત થયા હોવાની વાત સામે આવી છે.


[[$googlead]]

બંધ AMTSને ટ્રકે ટક્કર મારતા દુર્ઘટના બની

ઘોડાસર બ્રિજ પર એએમટીએસ બંધ હાલતમાં પડી હતી તે સમયે બે ફોરમેન બ્રિજ પર કામ કરી રહ્યાં હતા ત્યારે કામ કરી રહેલા ફોરમેન બસ નીચે કચડાયા છે જેમાં પછળથી આવી રહેલી ટ્રકે ટક્કર મારીને કચડી નાખ્યા હોવાની વાત સામે આવી છે,તો બીજી તરફ ટ્રાફિક પોલીસ દ્વારા ઓવરબ્રિજને એક તરફથી બંધ કરવામાં આવ્યો છે,તો ટ્રાફિક DCP ઘટનાસ્થળે દોડી આવ્યા છે અને પોલીસ કર્મીઓ પણ આ મામલે તપાસ કરી રહ્યાં છે.

[[$alsoread]]

પોલીસે હાથધરી તપાસ

સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથધરી છે અને ટ્રક ચાલકની શોધખોળ પણ હાથધરી છે,મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે,સાથે સાથે વાત કરવામાં આવે તો એક એએમટીએસ બસ બંધ થતા બીજી બસ દ્વારા ટોઈંગ કરવામાં આવી હતી અને બ્રિજ પર ટોઈંગ છૂટી જતા ફરી જોડાણ કરવાની કામગીરી ચાલતી હતી તે દરમિયાન પાછળથી આઇસરે ટ્રકે એએમટીએસ બસને ટક્કર મારી તેમાં બે કારીગરો વચ્ચે કામ કરી રહ્યાં હતા અને તેમનું મોત નિપજયું છે.

ટ્રાફિક ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે

ઘટનાની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે,પોલીસના સૂત્રો તરફથી વાત કરવામાં આવે તો ટ્રક ચાલકની અટકાયત પણ કરવામાં આવી છે.ત્યારે પોલીસે હાલમાં તો અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે,પોલીસે એએમટીએસમાં પણ જાણ કરી છે.અકસ્માત બાદ ઓવરબ્રિજને એક તરફથી બંધ કરાતા લોકો ટ્રાફિકમાં અટવાઈ ગયા છે.

 

  • Follow us on: