રાજકોટમાંથી બે બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયા છે,રાજકોટ એસઓજી પોલીસ દ્વારા આ બન્ને ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે,આ બન્ને લોકો પાસેથી પુરાવા માંગ્યા પણ પુરાવા રજૂ કરી શકયા ન હતા જેને લઈ એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.SOGએ આરોપી સોહિલ હુસેન અને રીપોન હુસેનને ઝડપી પાડયા છે.


[[$googlead]]

બંન્ને શખ્સો પૂરાવા વગર ભારતમાં રહેતા હતા

પોલીસને બાતમી મળી હતી કે રંગપર પાટીયા નજીક બે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યાં છે,ત્યારે પોલીસે આ બન્ને આરોપીઓની અટકાયત કરી પૂછપરછ કરી પરંતુ તેઓ સંતોષકારક જવાબ આપી શકયા ન હતા જેના કારણે પોલીસે તેમની ધરપકડ કરી છે.રંગપર પાટીયા નજીકથી બન્ને બાંગ્લાદેશીને ઝડપી પાડયા છે અને તેઓ રંગપર નજીક આવેલી મારૂતિ સોસાયટીના બ્લોક નંબર-૩માં રહેતા હતા અને અહીયાં છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા.

[[$alsoread]]

પોલીસે હાથધરી તપાસ

સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથધરી છે,જે ઘરમાં રહેતા હતા તે ઘરના માલિકની પણ પૂછપરછ કરવામાં આવી છે અને કંઈ બોર્ડરથી અને કયા એજન્ટો મારફતે તેઓ ભારતની બોર્ડર સુધી પ્રવેશ્યા તેને લઈ તપાસ કરવામાં આવી રહી છે,પોલીસની તપાસમાં અને સૂત્રો તરફથી એવી પણ માહિતી સામે આવી છે કે,અન્ય પણ ઘણા એવા લોકો છે કે જે ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને ભારતની સીમમાં પ્રવેશ્યા છે,તેવા લોકોને પણ એસઓજી શોધીને કામગીરી કરશે અને ગુનો પણ નોંધશે.

10 દિવસ પહેલા સુરતમાંથી પણ ઝડપાયા આરોપીઓ

સુરતમાં હિંદુ નામ ધારણ કરીને અને ખોટા ડોકયુમેન્ટ બનાવીને રહેતો બાંગ્લાદેશી આરોપી સુરત એસઓજીએ ઝડપી પાડયો છે,આરોપી મુસીબુલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદિપ મકબુલ શેખની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથધરી છે,આરોપી પાસેથી બે અલગ અલગ નામવાળા ભારતીય આધાર કાર્ડ મળ્યા છે જેના આધારે પોલીસે તપાસ હાથધરી છે.


  • Follow us on: