• નાની ચીખલી નજીક ટેમ્પો પલટી જતા અકસ્માત
  • 15 જેટલા ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા
  • વ્યારાની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

તાપીના વ્યારામાં અકસ્માતની ઘટના સામે આવી છે. વ્યારાના નાની ચીખલી નજીક ટેમ્પો પલટતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે બે બાળકોના મોત નિપજ્યા છે અને 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વ્યારાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વ્યારાના નાની ચીખલી નજીક ટેમ્પો પલટતાં અકસ્માત સર્જાયો

[[$googlead]]

વ્યારાના નાની ચીખલી નજીક ટેમ્પો પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ટેમ્પોમાં લોકો દેવલીમાળી માતાના દર્શને જઇ રહ્યા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો. સુરત જિલ્લાના માંડવી તાલુકાના આંબા પારડી ગામના લોકો દેવલીમાળી માતાના દર્શન કરવા જઇ રહ્યા હતા. ચાર ટેમ્પોમાં નીકળેલા ગ્રામજનોનો એક ટેમ્પો પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે બાળકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં છે, જ્યારે 15 જેટલા ઘાયલોને વ્યારાની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

[[$alsoread]]

નવસારીમાં વર્ષના છેલ્લા દિવસે ભયંકર અકસ્માત થયો હતો

નવસારીનાં વેસ્મા ગામ નજીક બસ અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં કાર પલટી ખાઇને રોંગ સાઇડ પર જઇને બસ સાથે અથડાઇ હતી. કારમાં સવાર 8 લોકો તથા બસમાં સવાર એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું હતું, કુલ નવ લોકોનાં મોત થયા હતા. આ ઉપરાંત 29 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આ બસ અમદાવાદથી વલસાડ જઇ રહી હતી. જ્યારે કારમાં સવાર યુવાનો મિત્રની સગાઈમાં વલસાડ જઇને પરત ફરી રહ્યા હતા.


  • Follow us on: