• નાની મોટી 190થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવા છેલ્લા ત્રણ દિવસથી તડામાર તૈયારીઓ

  • મૂર્તિ વીજ તાર સાથે સંપર્કમાં આવતા ચારથી વધુ યુવાનોને વીજ કરંટ લાગ્યો
  • એમજીવીસીએલની બેદરકારીને કારણે મોત નો પરિવારજનોનો આક્ષેપ

આણંદ જિલ્લાના ખંભાતમાં નાની મોટી 190થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવા છેલ્લા ત્રણ દિવસથી તડામાર તૈયારીઓ પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી પોલીસ ફાયર તરવૈયાઓની ટીમ ખડે પગે વહેલી સવારથી જ આજે કામે લાગ્યા હતા ખંભાતના માર્ગો ઉપર વિસર્જન માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા ખંભાત લાડવાડા થી ઓમ મિત્ર મંડળ ના યુવકો ની મૂર્તિ ખંભાત નવરત્ન ટોકીઝ પાસે પહોંચી હતી અને એકાએક આ મૂર્તિ વીજ તાર સાથે સંપર્કમાં આવતા આ મૂર્તિ પાસે બેઠેલા ચારથી વધુ યુવાનોને વીજ કરંટ લાગ્યો હતો તુરંત આ યુવાનોને ખંભાતની જનરલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન બે યુવાનોનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવાનો ની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે

આ અંગે પ્રાપ્ય માહિતી મુજબ ખંભાત લાડવાડા સ્થિત ઓમ મિત્ર મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ ઉજવણી કરવામાં આવે છે ચાલુ વર્ષે ગણેશ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન નવરત્ન ટોકીઝ પાસે દર્પણ ઠાકોર સંદીપ ઠાકોર અમિત ઠાકોર અને નીરવ ઠાકોર ને વીજ લાઈન નો વીજ પ્રવાહ ચાલુ હોઇ પ્રશાસનની બેદરકારીને કારણે કરંટ લાગતા આ ચાર યુવાનોને ખંભાતની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સંદીપ ઠાકોર ઉંમર વર્ષ 37 અમિત ઠાકોર ઉંમર વર્ષ 36 નું મોત નીપજ્યું છે જ્યારે દર્પણ ઠાકોર અને નીરવ ઠાકોર બંને યુવાનોની હાલત હાલ ગંભીર હોવાનું મેડિકલ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે

એમજીવીસીએલની ગંભીર બેદરકારીને કારણે મોત થયા હોવાનો પરિવારજનોનો આક્ષેપ

આ અંગે મિત્ર મંડળ ના યુવાનો અને મૃતકના પરિવારજનોનો સંપર્ક કરતા તેઓએ આક્ષેપ પૂર્વક જણાવ્યું હતું કે મૂર્તિ જે સ્થળ પાસેથી પસાર થાય તે સ્થળ નો બીજ પુરવઠો એક્શન પ્લાનમાં પહેલેથી જ બંધ કરી દેવો તેઓ નિયમ હોવા છતાં પણ એમજીવીસીએલ ની ગંભીર બેદરકારીથી વીજ પુરવઠો ચાલુ રહેતા આ ઘટના નીપજી હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.


  • Follow us on: